ગરતી તાકાત, મહેસાણા

આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે એમને સ્વીકાર્યુ હતુ કેસ, ઓનલાઈન ફ્રોડ ને અટકાવવુ પોલીસ માટે કઠીન કાર્ય છે કેમકે, પોલીસ સ્ટાફમાં કમ્પ્યુટર સ્કીલનો અભાવ છે જેથી તેમના માટે સાઈબર ક્રાઈમને પકડવુુ મુશ્કેલ છે. પરંતુ આજે મહેસાણા પોલીસ આઈ.ટી. સેલે સાઈબર ક્રાઈમના આરોપીને ઝડપી તેમની એ વાત ઉપર પ્રશ્નાર્થ ચીન્હ મુકી દીધો છે.

19-20 ઓગસ્ટ ના રોજ નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે સાઈબર ક્રાઈમને સંબધીત મીત્રા અમીતાવા રાશબીહારીના બેંકમાંથી રૂ.7,85,000 બે આરોપીએ NEFT  દ્વારા તેમના એકાઉન્ટમાંથી મોબાઈલ નંબર ચેન્જ કરી ઉઠાવી લેવાની નામ જોગ ફરિયાદ નોધાઈ હતી.f

આ પણ વાંચો – સાઈબર ક્રાઈમ નંદાસણ: બેન્ક સાથે લીન્ક મોબાઈલ નંબર બદલી પૈસા ઉઠાવી લીધા

જેની તપાસ કરવા મહેસાણા પોલીસની સાઈબર સેલે એક ટીમ ની રચના કરી હતી આ ટીમે કેસનુ ઝીણવટભર્યુ અધ્યયન કરતા તેમને જાણવા મળ્યુ હતુ કે,બન્ને આરોપીઓ મુુળ મધ્યપ્રદેશના છે, જેથી તેમના બન્નેના બેન્ક સ્ટેટમેન્ટ મેળવી, ટેકનીકલસર્વેલન્સ અને મોબાઈલ લોકેશન મેળવી આ ગુન્હામાં સંડોવાયેલ બન્ને આરોપી (1) અજીતસીંંહ કરણસીંહ રાજપુત, રહે – પ્રતાપપુરા,જી.ભીંડ-મધ્યપ્રદેશ(2) જયપ્રકાશ નરવરીયા રાજપુત, રહે -ગામ – નુન્હાર,તા.મહેગામ, જી- ભીંડ, મધ્યપ્રદેશ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. 

આ બન્ને આરોપીની ધરપકડ થયા બાદ તેમને સ્વીકાર્યુ હતુ કે અમે જ મીત્રા અમીતાવા રાશબીહારીના એકાઉન્ટમાંથી તેમની સાથે ઠગાઈ કરી રૂ. 7,85,000 ઉપડી લીધા હતા. 

આમ એસ.ઓ.જી.ટીમ, સાઈબર સેલ ટીમ, અને નંદાસણ પોલીસે આ ગુન્હો ડીટેક્ટ કરી સરાહનીય કામગીરી કરેલ છે.

રીપોર્ટ & એડીટ- નીરવ
Contribute Your Support by Sharing this News: