મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલ ભોયણ ગામનો રહેવાશી છે. જેની વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ તપાસ ચાલી રહી હતી. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી પોલીસના સંકજામાંથી બહાર હતો.
મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડને બાતમી બાતમી મળી હતી કે, સાંથળ પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી વાઘેલા દુદુસીંહ પનસીંહ વાઘેલા તેના ઘરે હાજર છે. જેથી ટીમ ડીસા તાલુકામાં આવેલ ભોયણ ગામની ગુરૂ ગ્રીન સોસાયટી મુકામે પહોંચીને આરોપીની અટકાયત કરી હતી. બાદમાં તેને વધુ તપાસ માટે સાંથલ પોલીને હવાલે કરવામાં આવ્યો હતો.