અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના તાલુકા ઓ ના વાલ્મીકિ સમાજ નો સાત મો સમૂહ લગ્નોત્સવ નું વાલ્મીકિ સમાજ ના પ્રમુખ શ્રી નારાણભાઈ એન રાઠોડ અને કમિટી સભ્યો આગેવાનો અને નવયુવકો દ્વારા તા.૧૯/૦૫/૧૯ ને રવિવાર ના રોજ આગિયોલ મુકામે ખુબજ સુંદર સમૂહ નું આયોજન થયું હતું જેમાં 15 નવયુગલોએ પ્રભુતામાં કુમ કુમ પગલાં પાડયા હતા આજના જમાનામાં આટલી બધી મોંઘવારી ના કારણે દરેક સમાજના લોકો સમાજને મદદરૂપ થઈને સમૂહ લગ્ન નું આયોજન કરતા હોય છે વાલ્મીકિ સમાજ ના આગેવાનો અને કમિટી સભ્યો નવયુવકો અને વડીલો તથા આમંત્રિત મહેમાનો દ્વારા કાર્યક્રમ આગળ વધાર્યો હતો સમારંભ ના અધ્યક્ષ શ્રી પ.પૂ. નારણદાસ બાપુ સોની ઉમરગામ અને આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે  રાજેન્દ્રસિંહ ચાવડા રાજેન્દ્રસિંહ ઠાકોર હિતુભાઈ કનોડિયા અનિલભાઈ જોષિયારા અશ્વિનભાઈ કોટવાલ ઉપસ્થિત રહી ને સૌ મહાનુભાવો  એ પ્રભુતામાં પગલાં પાડેલા સૌ દંપતીઓને આશીર્વાદ આપી નવી જિંદગીની શરૂઆત કરવાનો સંદેશો પાઠવ્યો હતો 

Contribute Your Support by Sharing this News: