— વન મહોત્સવમાં એક હજાર ઉપરાંત વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને સાર્થક કરાયો :
ગરવી તાકાત સરસ્વતી પાટણ : હાલમાં વિશ્વ તેમજ આપણો દેશ ગ્લોબલ વોર્મિંગ જેવી આડઅસર તેમજ વાતાવરણ માંથી પસાર થઇ રહ્યો છે.તો ક્યારેક
અતિશય ગરમી વધી જાય છે. તો કયારેક વરસાદ તો ક્યારેક અતિશય ઠંડીનું પ્રમાણ વધી જાય છે.આના કારણે સૃષ્ટિનું વાતાવરણ ડહોળાઈ રહ્યું છે.તો બીજી બાજુ દિવસે ને દિવસે કોંક્રિટના મકાનો બનતા જાય છે.અને જંગલ તેમજ વૃક્ષનો નાશ થતો જાય છે.

વૃક્ષોના નિકંદન ના કારણે કુદરતી વાતાવરણને મોટો ફટકો પડે છે.ત્યારે દર વર્ષે સરકાર શ્રી દ્વારા વન મહોત્સવની
ઉજવણી કરવામાં આવે છે. દરેક પ્રકારના વૃક્ષોનું મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવે છે.જેમાં જિલ્લા તાલુકા તેમજ ગ્રામ્ય લેવલે વૃક્ષારોપણ કરવામાં આવે છે.ત્યારે આ વખત નો વન મહોત્સવ સરસ્વતી તાલુકાના ઉંદરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સરસ્વતી તાલુકા મામલતદાર શ્રી કે કે રણાવાસિયા ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે સરસ્વતી તાલુકા પ્રમુખ ગીતાબેન ઠાકોર સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીશ્રી સી બી લીમ્બાચીયા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ના પ્રિન્સિપાલ બી બી ચૌધરી બી પી પટેલ પરિક્ષેત્ર વન અધિકારી શ્રી વિસ્તરણ રેંજ પાટણ ઉંદરા ગામના સરપંચ શ્રી તથા શાળા પરિવાર વિદ્યાર્થીઓ ગ્રામજનોએ આ વન મહોત્સવ ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ