— પાટણ જિલ્લા ને ગુજરાતના સ્થાપના દિવસે રૂપિયા 267 કરોડ રૂપિયાની વિકાસ કાર્યો માટે ભેટ :
ગરવી તાકાત સરસ્વતી પાટણ : ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ૧લી મે ના દિવસે ઉજવાય છે.ત્યારે આ ગુજરાતનો સ્થાપના દિવસ પાટણ જિલ્લામાં યોજાયો હતો.ગુજરાત ના મુખ્ય મંત્રીના હસ્તે સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ.કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ મોટી સંખ્યા મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે.પાટણના પટોળા અને રાણીની વાવ તેમજ પાટણ જિલ્લા ના લોકો દેશમાં વખણાય છે.તેમજ પાટણ મા આવેલ સાયન્સ સેન્ટર આખા ભારતમાં નવું નજરાણું છે.રુપિયા 80 કરોડના ખર્ચે રીજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ પ્રસંગે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે 25 જિલ્લામાં આવા સાયન્સ સેન્ટર બનાવામાં આવશે.સરસ્વતીના ચોરમારપુરા ખાતે આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કર્યું હતું.આ સાયન્સ સેન્ટર પાંચ ગેલેરીઓમાં બનાવવામાં આવેલું છે.
સાયન્સ સેન્ટર ગુજરાત સરકારના વિજ્ઞાન અને પોરૌગીક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોષ્ટ વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.મુખ્યમંત્રી શ્રી દ્વારા પાટણ જિલ્લા ને પાણી પુરવઠા વિભાગ મા રૂપિયા 264 કરોડના ભૂમિ પૂજન કરાયા હતા.સાથે પાટણ માં રૂપિયા પાંચ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન તેમજ પાટણ ને આત્મનિર્ભર બનાવવામાં પણ આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે જિલ્લામાં 75 તળાવ બનાવી અને તેમાં જળ સંચય કરવાનું પણ આહવાન કર્યું હતું.
પાટણ શહેર મા યોજાયેલ સ્થાપના દિવસે મુખ્યમંત્રી શ્રી દા્રા રુપિયા 367 કરોડના વિકાસકાર્યોનું ઈ.લોકાર્પણ અને ઈ.ખાતમૂહૂર્ત કરવામા આવ્યા હતા.સાથે પાટણ જિલ્લા વાસીઓ ને સ્થાપના દિવસ ની ભેટ આપી હતી.આ પ્રસંગે પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી મહેશ નરેશ ના ગીતો ની સાથે સુપરસ્ટાર હિતુ કનોડિયા તથા મોના થીબા એ સંગીતના સૂરો થી ગીતોની રમઝટ બોલાવી હતી.રમઝટ ની સાથે લોકો પણ ગીતો નાે આનંદ લીધો હતો.આ કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના 62 મો સ્થાપના દિવસ નિમિતે પાટણ જિલ્લા પોલીસ દ્વારા બગવાડા દરવાજા તેમજ રાણકીવાવ ખાતે બેન્ડ સુરાવલીઓ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.સાથે ગુજરાતના ગૌરવ દિન નિમિત્તે પાટણ જિલ્લા પોલીસ અને બોર્ડર સિક્યુરિટી દ્વારા પોલીસ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પ્રદર્શન પણ કરાયું હતું.તો સ્થાપના દિવસે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સીરીયલ ના કલાકાર નેહા મહેતા રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.આ રોડ શો ત્રણ દરવાજા સધી માતાના મંદિરેથી દર્શન કરીને યુનિવર્સિટી રોડ ખાતે સંપન્ન થયો હતો.ગુજરાતના સ્થાપના દિવસે પાટણમાં અનેકવિધ ભવ્ય રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ