— દેત્રોજ રોડ ઉપર આવેલા નવા રામજી મંદિર થી 8 વાગે રથયાત્રા નો પ્રસ્થાન થયું હતું :
— રથયાત્રામાં ઘોડે સવાર,ઊંટલારી,બેન્ડ વાજા અને નિશાન ડંકા સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો :
— ભગવાનનું મોસાળું ચીમનભાઈ પટેલ તરફ થી ભરવામાં આવ્યું હતું :
–કોરોના મહામારી માં સાદાઈ થી નીકળેલી રથયાત્રા આ વર્ષે ભારે ધામધૂમ થી નીકળતા ભકતોમાં આનંદ નો માહોલ જોવા મળ્યો હતો: :
ગરવી તાકાત મહેસાણા : કડી શહેરમાં અષાઢી બીજના દિવસે 51 મી રથયાત્રા દેત્રોજ રોડ ઉપર આવેલા નવા રામજી મંદિર ખાતે થી ભક્તો ની હાજરીમાં ધામધૂમ થી નીકળી હતી. રથયાત્રાનું પ્રસ્થાન મંદિર ના મહંત રામશરણદાસજી મહારાજની ઉપસ્થતિમાં શહેરના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું
શહેરમાં દર વર્ષે પરંપરાગત રીતે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળે છે પરંતુ કોરોના મહામારી ને કારણે બે વર્ષ સાદાઈ થી કાઢવામાં આવેલ રથયાત્રા આ વર્ષે ધામધૂમ થી કાઢવામાં આવી હતી.રથયાત્રા પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી શહેરના સંપૂર્ણ રૂટ ઉપર ફરી હતી જેમાં રથયાત્રા દેત્રોજ રોડ ઉપર આવેલા નવા રામજી મંદિર થી નીકળી મંગલમ સોસાયટી,લક્ષ્મીનારાયણ રામજી મંદિર,લાલ હાટડી,ગાંધીચોક,ભાઉપુરા,ઉમિયા માતાજી મંદિર,કમલ સર્કલ,સરદાર સોસાયટી,ટાવર ગંજબજાર,મણિપુર,બંબાગેટ,કરણપુર, ખાખીબાવાના મંદિર થઈ નિજ મંદિરે પરત ફરી હતી.
રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા.રથયાત્રામાં બપોરની પ્રસાદ ના યજમાન ગણેશ યુવક મંડળ ,કમલ સર્કલ તરફથી આપવામાં આવ્યું હતું તેમજ પટેલ ચીમનભાઈ તરફ થી ભગવાનનું મોસાળું ભરવામાં આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી