–બાળકો દ્વારા વિવિધ પાત્રો ની ઝાંખી શોભાયાત્રામાં આકર્ષણ નું કેન્દ્ર રહી :
ગરવી તાકાત પાટણ : પાટણ ખાતે છીંન્ડિયા દરવાજા નજીક આવેલા રામજી મંદિરે થી ભગવાન રામજી ની 35 મી શોભાયાત્રા નીકળી હતી.આ શોભાયાત્રામાં ભગવાન રામ લક્ષ્મણ જાનકી બીરાજમાન થયા હતા.શોભાયાત્રામાં
વિવિધ મંડળો સંસ્થાઓ જોડાઈ હતી.બાળકો દ્વારા શોભાયાત્રા મા વિવિધ ઝાંખીઓ કરવામાં આવી હતી.

અને તે લોકો મા આકર્ષણનું કેન્દ્ર બની હતી.હિંગળાચાચર થઈને રામજી મંદિરે પરત ફરી હતી.રથયાત્રા ભક્તોના ઘર આંગણે થી પસાર થઈ ત્યારે ભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.રથયાત્રા દરમિયાન લોકો ને છાસ પાણી શરબત વગેરે સેવા ઓ મંડળો સંગઠનો એ કરી હતી. ભગવાન રામની 35 શોભાયાત્રા ભક્તિ ભાવ સાથે પૂર્ણ થઈ હતી.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ સરસ્વતી પાટણ