ફક્ત 21 વર્ષની ઉંમરમાં કોઇ યુવક 20 હજાર કરોડની સંપત્તિનો માલિક હોય, આ સાંભળવામાં અશક્ય લાગે છે પણ આ હકીકત છે. ફક્ત આટલું જ નહીં, આ યુવક પોતાને ભગવાન શ્રીરામનો વંશજ પણ જણાવે છે.આ યુવકનું નામ છે પદ્મનાભ સિંહ અને તે જયપુરના રાજઘરાનાથી સંબંધો ધરાવે છે. તે જયપુરના શાહી પરિવારના 303માં વંશજ છે. તે એક મૉડેલ, પોલો ખેલાજી અને ટ્રાવેલર પણ છે. તે ફરવાનો ખૂબ જ શોખીન છે. સૌથી વધારે ખર્ચ તે ફરવા પર જ કરે છે.

કહેવામાં આવે છે કે જયપુરના પૂર્વ મહારાજ ભવાની સિંહ ભગવાન રામના દીકરા કુશના 309માં વંશજ હતા. આ રાજઘરાના સાથે સંબંધો ધરાવતી પદ્મિની દેવીએ ફક્ત એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. આ સિવાય આ રાજઘરાનાએ પોતાની ઑફિશિયલ સાઇટ પર પણ આ વાતનો ખુલાસો કર્યો છે.

પોતાની લગ્ઝુરિયશ લાઇફસ્ટાઇલ માટે જાણીતાં પદ્મનાભ સિંહનું જયપુરમાં રામ નિવા, મહેલમાં ખાનગી આલીશાન અપાર્ટમેન્ટ પણ ચે. આ અપાર્ટમેન્ટમાં એક બેડરૂમ, સાઇટ બાથરૂમ, ડ્રેસિંગ રૂમ, પ્રાઇવેટ ડાઇનિંગ કૂમ, પ્રાઇવેટ કિચન, આંગણું અને પૂલ પણ છે.વર્ષ 2011માં આ રાજઘરાનાની કુલ સંપત્તિ 621.8 મિલિયન એટલે કે 44 અરબ રૂપિયાથી પણ વધારે હતી, જે હવે વદીને 48 અરબથી પણ વધારે થઈ ગઈ છે.