ગરવીતાકાત થરાદ : થરાદ તાલુકાના કોઠીગામમાં પિયર ધરાવતી પટેલ ધવલબેન ખેમજીભાઈ ઉમર ૨૬ વર્ષનાં લગ્ન તાલુકાના ચુડમેર ગામમાં થયેલ હતાં. બુધવારની સવારના સુમારે તેણીએ ખેતર આગળથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ઝંપલાવી દીધું હતું. જેને એક વાહનચાલકે પ્રત્યક્ષ જોઇ લેતાં દોડી આવેલા સગાં સંબંધીઓએ મળીને નગર પાલિકાના તરવૈયા સુલતાન મીરની મદદથી શોધખોળ હાથ ધરાવી હતી. લગભગ પંદરેક કલાકની શોધખોળ બાદ ગુરુવારના સાડાઅગિયાર વાગ્યાના સુમારે તેણીનો મૃતદેહ ચુડમેર પુલ પાસેથી મળી આવ્યો હતો. પરિણીતાના મૃત્યુથી તેણીના બાળક પરથી માતાની મમતા પણ છિનવાઇ જવા  પામી હતી.જો કે આ બનાવ અંગે કોઇના દ્રારા પોલીસમથકમાં કોઇ જાણ કરવામાં નહી આવી હોવાનું પોલીસસુત્રોએ જણાવ્યું હતું. આ બનાવથી પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી

Contribute Your Support by Sharing this News: