ગરવીતાકાત,બનાસકાંઠા: ૭૦માં વન મહોત્સવ ૨૦૧૯ અંતર્ગત રાજ્ય સરકાર દ્રારા વૃક્ષારોપણ કરવા સઘન પ્રયત્નો  હાથ ધરવામાં આવેલ છે.  જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ૧૫૧ થી વધુ ગામોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો થકી મારૂ બનાસકાંઠા હરિયાળું બનાસકાંઠાના મિશન અંતર્ગત ગુજરાત રાજ્ય યુવક બોર્ડ  પ્રેરિત સ્વામી વિવેકાનંદ મંડળ પીલૂડા દ્રારા થરાદ તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમનું માનનીય નાયબ કલેક્ટર શ્રી વી.સી.બોડાણા ના અધ્યક્ષ સ્થાને  સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પીલૂડા ખાતે યોજાયો. જેમાં સાહેબશ્રીએ વૃક્ષો નું જતન અને તેનું મહત્વ સમજાવ્યું હતું. જેમાં મહેમાનો દ્રારા પૂજાવિધિ સાથે  વૃક્ષો રોપવામાં આવ્યા. સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે ૧૫૦,ગામની, થમિક શાળામાં ૧૦૦, ગોલીયા શાળામાં  ૧૦૦, સા.આ. કેન્દ્ર માં ૧૦૦, રાજારામ મંદિર ૨૦૦,અને  પંચાયત, આંગણવાડી ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં માન.  વી.સી. બોડાણા સાહેબ પ્રાતઃ અધિકારી , માન.ભાગોરા સાહેબ મામલતદાર, શૈલેષભાઇ પટેલ ડિરેકટર બનાસ બેંક, ઉમજીબા ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ, રૂપેશીભાઈ પટેલ તા.ભાજપ પ્રમુખ, પી.જી.ચૌધરી આર.એફ.ઓ. વનવિભાગ પી .આર.ચૌધરી.વનસંરક્ષણ, હેમાભાઈ પટેલ ફોરેસ્ટર, વિનોદભાઈ પટેલ,જિલ્લા સંયોજક, રાણાભાઈ પુરીહિત તાલુકા સંયોજક,

શૈલેષભાઇ ચૌધરી પ્રમુખ સ્વામી વિવેકાનંદ મંડળ, બળવંતસિંહ ચૌહાણ તાલુકા પંચાયત સદસ્ય, સરપંચ હરિબેન રાજપૂત, તમામ શાળાના આચાર્યશ્રીઓ તથા  એસએમસી અધ્યક્ષ,સ્કૂલ ના બાળકો અને વાલી મિત્રો તથા ગામના આગેવાનો એ હાજરી આપી હતી. શ્રી સરસ્વતી પ્રા.વિદ્યામંદિર  પરિવાર ટ્રસ્ટી નરેશભાઈ અને સ્વામી વિવેકાનંદ મંડળના  સભ્યોએ સાથે મળીને  કાર્યક્રમને  સફળ બનાવ્યો  હતો.

Contribute Your Support by Sharing this News: