ગરવીતાકાત,થરાદ: બનાસકાંઠા પોલીસ અધીક્ષક શ્રી પ્રદિપ સેજુળ સા.નાઓએ જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા સુચના કરતા તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અજીત રાજયાણ સા. નાઓના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ. જે.બી. આચાર્ય સાહેબ તથા  પો.સ.ઇ. એલ.પી.રાણા તથા તથા દશરથભાઇ હીરાભાઇ અ.પો.કો. બ.નં.૧૫૨૯ તથા ભરતભાઇ કેશાભાઇ અ.પો.કો. બ.નં-૧૨૦૦ તથા સરદારસિંહ ગણેશાજી આ.પો.કો. બ.નં-૩૭૬ વિ.પોલીસ સ્ટાસફના માણસો સાથે થરાદ પો.સ્ટે. વિસ્તારમાં ના.રા. પેટ્રોલીંગમાં હતા દરમ્યાન થરાદ સાંચોર હાઇવે,ધાનેરા ત્રણ રસ્તા પાસે આવતા પો.ઇન્સ. સાહેબ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત મળેલ કે એક પીકઅપ ડાલુ નંબર- GJ-36 T-2502 માં ગે.કા. અને વગર પાસ પરમીટનો વિદેશી દારૂ ભરી આવનાર છે જે આધારે વોચમાં હતા દરમ્યાન બાતમી વાળુપીકઅપ ડાલુ આવતા તેને રોકવાનો ઇશારો કરતા તેણે રોકેલ નહી અને ધાનેરા તરફ ભગાવેલ જેથી સ.વા.થી પીછો કરતા ડાલાનો ચાલક તથા બીજો એક ઇસમ ડાલુ મુકી ભાગી ગયેલ જેઓને પાછળદોડી પકડી પાડી અને સદરે ડાલામાં જોતા તેમા ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૧૩ કુલ બોટલો નંગ-૬૨૪ કુલ કિમત રૂા. ૬૨,૪૦૦/- નો  તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂા. ૫,૫૦૦/- તથા પીકઅપ ડાલુ નંબર- GJ-36 T-2502 ની કિ.રૂા. ૩,૦૦,૦૦૦/- ગણી કુલ રૂા.૩,૬૭,૯૦૦/- ના મુદ્દામાલ સાથે ડાલાના ચાલક પ્રદિપભાઇ નરસેંગાભાઇ આસલ તથા તેની બાજુમાં બેસેલ સુરેશભાઇ હેમાભાઇ આસલ બંને રહે. કોઠીગામ તા.થરાદ વાળાઓને પકડી પાડી તથા સદરે પ્રોહી મુદ્દામાલ આપનાર ભેમજીભાઇ પટેલ રહે.મલુપુર તા.થરાદ વાળાઓ વિરૂધ્ધ પ્રોહિ એક્ટ કલમ ૬૫એઇ,૧૧૬(બી),૯૮(૨), ૯૯, ૮૧ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Contribute Your Support by Sharing this News: