ગરવી તાકાત, થરાદ
DY.SP થરાદ ડિવિઝન તથા થરાદ પોલીસ સ્ટેશન પો.ઇન્સ.શ્રી જે.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. આયદાન ભાઈ ગજાભાઈ તથા પો.કોન્સ. હીરાભાઈ જગાભાઈ તથા પો.કોન્સ. રામજીભાઈ માદેવભાઈ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન, પોલીસ કોન્સ્ટેબલ હિરાભાઈ જગાભાઈ તથા રામજીભાઈ માદેવભાઈ ને ખાનગી રાહે હકીકત મળેલ કે થરાદ પોલીસ સ્ટેશન પ્રોહીબિશનના ગુનાનો છ માસ થી નાસતો ફરતો આરોપી રમેશભાઈ માનસેગભાઈ રાજપૂત પોતાના ઘરે આવેલ આવ્યો છે.
આ પણ વાંચો – કડીમાં સ્થાનીક પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ પાડી 19 જુગારીઓને ઝડપ્યા
જે બાતમી આઘારે પોલીસ કોન્સ્ટેબલ આરોપીના ઘરે પહોંચતા રમેશભાઈ રાજપુત નામનો આરોપી ત્યાં મળી આવતા તેને પકડી પાડાવામાં આવ્યો હતો.તથા ગુનાના આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રીપોર્ટ – વસરામ ચૌધરી