ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ દિયોદર રાધનપુર તાલુકાના નાના વેપારીઓ માટે ધંધા રોજગારની જીવાદોરી સમાન સાબિત થયેલ ધી પ્રગત્તિ કો. ઓપ. બેંક થરાની ૪૮મી સાધારણ સભા માર્કેટ યાર્ડ -થરાના મીટીંગ હોલમાં વર્તમાન ચેરપર્સન પ્રભાબેન સી.શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલ.સભાની શરૂઆતમાં બ્રાન્ચ મેનેજર હરિઓમભાઈ સોનીએ શબ્દ પૂષ્પ થકી સૌનું સ્વાગત કરેલ.
પ્રગતિ બેંકના નવનિયુક્ત સીઈઓ ગીરીશભાઇ મેવાડાનું શાલ શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું. આ સાધારણ સભામાં જીવદયા પ્રેમી પ્રગતિ બેંકના માર્ગદર્શક સભ્ય એવા ચીનુલાલ શિવલાલભાઈ પાંચાણીની સર્વાનુમતે ચેરમેન પદે વરણી કરવામાં આવતાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.વાઈસ ચેરમેન પદે શૈલેષભાઈ પી. શાહ,મેનેજિંગ ડિરેક્ટર તરીકે કિરીટભાઈ આર.શાહની પણ બિનહરીફ વરણી કરવામાં આવી.
આ પ્રસંગે મંગળભાઇ ઝવેરી,જતીનભાઈ ધાણધારા,શાંતિલાલ શાહ,ગોવિદ ભાઇ ચૌધરી, હસમુખભાઈ પટેલ, અતુલભાઈ શાહ,કિરીટભાઈ તથા બેંકના કર્મચારી ગણ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.થરા ધી પ્રગતિ બેંકની થરા ચોર્યાસી વિસ્તારમાં મુખ્ય શાખા ઉપરાંત દિયોદર અને રાધનપુર ખાતે પેટા શાખા ધરાવે છે.
તસવિર અને આહેવાલ : યશપાલસિંહ ટી વાઘેલા થરા