ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા અનુપમ પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે”વંદે ગુજરાત વિકાસ યાત્રા”સવારે ૯ વાગ્યે આવી પહોંચતા થરા સ્ટેટમાજી રાજવી તથા થરા નગર પાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,થરા નગર પાલિકા સ્ટાફ,ભાજપ ના કાર્યકરો તેમજ શાળા સ્ટાફે ભવ્ય સ્વાગત કર્યું હતું.ત્યારબાદ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય શ્રીમતી બિંદેશ્વરીદેવી નરેન્દ્રસિંહ વાઘેલાએ શાબ્દિક સાવગત કરી મહેમાનોને આવકાર્યા હતા. કાર્યક્રમમાં મહેમાનોને તુલસીનો છોડ તેમજ અનેક ઔષધીય છોડ આપીને થરા નગર પાલિકા કર્મચારીઓએ સન્માન કર્યા બાદ સૌ જનમેદનીએ વંદે ગુજરાત અંતર્ગત ટુંકી વિડિઓ ફિલ્મ પણ નિહાળી હતી.અને ઉજવલ્લા તથા આયુષ્યમાન યોજના જેવી અનેક યોજનાઓના લાભાર્થીઓને સ્થળ ઉપર લાભાન્વિત કર્યા હતા.
આ પ્રસંગે થરા સ્ટેટમાજી રાજવી તથા થરા નગર પાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર, બ.કાં.જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ,થરા શહેર ભાજપ પ્રમુખ અનુભા વાઘેલા, પૂર્વપ્રમુખ કનુભાઈ ઠક્કર, અચરતલાલ ઠક્કર,શાળાના આચાર્ય શ્રીમતી બિંદેશ્વરીદેવી એન.વાઘેલા,તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર (ડી.આઈ.) સહિત થરા નગર પાલિકા સ્ટાફ,ભાજપના કાર્યકરો,અનુપમ પ્રા.શાળા ના શિક્ષકો તથા ગામ લોકો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા શિક્ષક મોંઘજીભાઈ ચૌધરીએ કરેલ જ્યારે આભાર વિધિ અંકુરભાઈ ઠક્કરે કરેલ.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ