થરા પોલીસે હનીટ્રેપના ગુનાના નાસતા ફરતા પાંચ આરોપીઓને ઝડપ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

— થરા પોલીસ સ્ટેશન સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ :

ગરવી તાકાત પાલનપુર : પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા  બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક,બનાસકાંઠા પાલનપુર   અક્ષયરાજ મકવાણા   તથા મદદનીશ પોલીસ અધિક્ષક  ડી.ટી. ગોહિલ  તથા સર્કલ પો.ઇન્સ. બી.વી.પટેલના માર્ગદર્શન હેઠળ થરા પી.એસ.આઇ. પી.એન.જાડેજા તથા પોલીસ સ્ટાફે થરા પો.સ્ટે. ખાતે દાખલ થયેલ પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૫૦૫૧૨૨૦૩૧૩/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૮૬,૧૨૦(બી),૫૦૧,૫૦૬(૨) મુજબ ગુનાના કામના ફરીયાદીને આ કામના આરોપીઓએ એક છોકરી સાથે મીઠી મીઠી વાતો કરાવી ફરીયાદીને મળવા બોલાવી છોકરીને ફરીયાદીના મોટર સાયકલ ઉપર બેસાડી આરોપીઓએ મોટર સાયકલના પીછો કરી મોટર સાયકલ રોકાવી કહેલ કે તુ કેમ અમારા ગામની છોકરીને બાઇક ઉપર બેસાડીને ફરે છે
તેમ કહી ફરીયાદીને બદનામ કરવાનો ડર બતાવી રૂ.૨,૦૦,૦૦૦/- બે લાખની માગણી કરેલ અને ફરીયાદી પાસે પૈસાના હોવાથી ફરીયાદીને છરી બતાવી માર મારી બળજબરીથી રૂ.૫૬,૨૦૦/- કઢાવી લઇ વિગેરે બાબતેનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાના આરોપીઓ નાસતા ફરતા હોય અને આ કામના આરોપીઓ ગંભીર પ્રકારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય
જે હનીટ્રેપના ગુનાની ગંભીરતા લઇ અલગ અલગ ટીમો બનાવી જેમાં  થરા પી.એસ.આઇ પી.એન જાડેજા તથા અ.હેડ.કોન્સ. હસમુખભાઇ ઇશ્વરભાઇ , અ.હેડ.કોન્સ. દેવસીભાઇ લક્ષ્મણભાઇ અ.હેડ.કોન્સ. ભરતસિંહ શાંતુભા ,અ.પો.કોન્સ. સાગરભાઇ વેરસીભાઇ , અ.પો.કોન્સ. જીતેન્દ્રભાઇ રાજાભાઈ , અ.લો.ર. જયેશકુમાર ભાણજીભાઇ, રસિકજી જોયતાજી  અશોકભાઇ નાગજીભાઇ અ.પો.કોન્સ. મહેશભાઇ વીરાભાઇ ,આ.પો.કોન્સ. નરેન્દ્રસિંહ કરશનજીએ હનીટ્રેપના નાસતા ફરતા આરોપીઓ ભાવુભા મફુભા વાઘેલા, દિલીપસિંહ કનુભા ઝાલા, કિશનસિહ રણધીરસિહ વાઘેલા ,ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભોલી ધીરુભા વાઘેલા ચારેય રહે.વડા તા.કાંકરેજ તથા વિરેન્દ્ર સહ ઉર્ફે જુના વાઘેલા રહે ભલગામ તા.કાંકરેજવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.