ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટ થાય તે અગાઉ આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતને રક્તરંજિત કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ગોધરા રમખાણોનો બદલો લેવાનો હતો મનસૂબો

ગરવી તાકાત, અમદાવાદ તા. 08-  ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરીને ગુજરાતની ભૂમિને ફરીથી રક્તરંજિત કરવાના પ્લાનિંગનો પર્દાફાશ થયો છે. આતંકી શાહનવાઝે મોટો ખુલાસો કર્યો કે, આતંકીઓ ગોધરાબાદ થયેલા તોફાનોનો બદલો લેવા માંગતા હતા. RSS અને VHPના કાર્યકર્તાઓ આતંકીઓના ટાર્ગેટ પર હતા. દિલ્હી પોલાસની હાથ લાગેલા ISIS આતંકવાદીઓએ મોટા ખુલાસા કર્યા છે. તેઓેએ જણાવ્યું કે, આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ગુજરાતના ગોધરામાં થયેલા રમખાણોનો બદલા લેવા માટે સમગ્ર રાજ્યમા સીરિયલ બ્લાટ કરવાની યોજના બનાવી રહ્યુ હતું.

 

આ જગ્યાઓ પર કરવાના હતા હુમલા 
હાલમાં પકડાયેલા ISIS આતંકી શહેનવાઝ આલમે પોલીસ સામે આ કબૂલાત કરી છે કે, ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા સહિત અનેક મોટા શહેરો આતંકીઓના નિશાન પર હતા. શાહનવાઝ આલામે દિલ્હી પોલીસને જણાવ્યું કે, તેમનું સંગઠન ગુજરાતના ભાજપ મુખ્યાલય, આરએસએસ ઓફસ, વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસ, હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ, યુનિવર્સિટી, મંદિરો, મસ્જિદ, યહુદી પૂજા સ્થળ, રેલવે સ્ટેશન, ભીડભાડવાળી જગ્યાઓ જેમ કે માર્કેટ તથા રાજ્યની ટોચની હસ્તીઓના આવવા જવાના રસ્તાઓને નિશાન બનાવીને વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા હતા.

બાઈક અને સ્કૂટર પર કરી હતી રેકી
પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકી હુમલા માટે આતંકવાદીઓએ આ તમામ જગ્યાઓ પર રેકી કરી હતી. આ માટે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરી હતી. આતંકીઓ બાઈક અને સ્કૂટર પર ફરીને સમગ્ર વિસ્તારોની રેકી કરતા હતા. બોરહાની મસ્જિદ, અમદાવાદની મજાર, દરગાહ, સાબરમતી આશ્રમ સહિત અનેક સ્થળોની તસવીરો ક્લિક કરી હતી.

આતંકી શાહનવાઝે જણાવ્યું કે, પોતાના હેન્ડલર અબુ સુલેમાનના કહેવા પર તેણે સાથી રીઝવાન અને અલી (જે હાલ ફરાર છે) અને ઈમરાન સાથે મળીને અમદાવાદ, વડોદરા, સુરતને ઘેરવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે, ગુજરાત પ્રધાનમંત્રીનું ગૃહરાજ્ય છે અને ગોધરા રમખાણનો બદલો લેવા માટે આઈએસઆઈએસ એ આ પ્લાન તૈયાર કર્યો હતો.

જાન્યુઆરી 2023 માં બે દિવસો માટે આતંકીઓ ટ્રેનથી અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રેલવે સ્ટેશન, મલ્ટીપ્લેક્સ, યુનિવર્સિટી, વીઆઈપી અને તેમના આવવા જવાના રસ્તા, રાજનેતાઓના ઘર, ભીડભાડવાળા વિસ્તારો, બોહરા સમુદાયની મસ્જિદ પર ફરીને ફોટોગ્રાફી કરી હતી. આ માટે તેઓએ એક બાઈક ભાડા પર લીધુ હતું. તેના બાદ બીજી સવારે તેઓએ ગાંધીનગરની રેકી કરી હતી. જેમાં આરએસએસ ઓફિસ, વીએચપી કાર્યાલય, હાઈકોર્ટ અને જિલ્લા સેશન કોર્ટ આવે છે. ત્યાર બાદ તેઓ વડોદરા પહોચ્યા હતા અને એક હોસ્ટલમાં ભાડેથી રૂમ લીધો હતો. બીજા દિવસે ફરીથી ભાડા પર ગાડી લઈને જિલ્લા કોર્ટ, સિવિલ કોર્ટ, રેલવે સ્ટેશનની રેકી કરી હતી. આ તમામ જગ્યાઓ પર પુરાવા માટે તસવીરો ભેગી કરતા હતા. તેના બાદ સુરતની રેકી કરી હતી.

આ તમામ જગ્યાઓ પરની તસવીરો અને વીડિયોગ્રાફીની પીપીટી ફાઈલ તૈયાર કરી હતી. જેના બાદ તેઓ મુંબઈ પરત ફર્યા હતા. આ ફાઈલ અબુ સુલેમાનને સોંપી હતી. શાહનવાઝ આલમના મોબાઈલ ફોનથી આ શહેરોની ઢગલાબંધ તસવીરો ક્લિક કરવામાં આવી હતી, જે તેના ફોનમાંથી મળી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.