બનાસકાંઠા ની ધન્યધારા પર આવેલ ઝાલમોર નગરે શ્રી મહાવીર સ્વામી દાદાની દસમી ધ્વજારોહણે ભક્તિ મહોત્સવ યોજાયો.સવારે 6.30 કલાકે પ્રભાતિયાં,8.00 કલાકે નિશ્રાદાતા ગુરુ ભગવંતોનું સંઘ દ્વારા સામૈયું યોજાયું.9.00 કલાકે સકલસંઘ ની નવકારશી.ત્યારબાદ જીનાલય માં અઢાર અભિષેક તથા સત્તર ભેદી પૂજા.ત્યાબાદ અષ્ટ પ્રકારી પૂજા(વાર્ષિક) ચડાવા અને અગિયારમિ ધજા ના ચઢાવા બોલાય.બપોરે 12.39 કલાકે ધ્વજારોહણ વિધિ ત્યાબાદ મોટીશાંતિ નો પાઠ તથા સંઘ સ્વામીવાત્સલ્ય યોજાયેલ.આ પ્રસંગે તપાગચ્છાધીપતી પ પૂ આ ભ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના આશીર્વાદથી જ્યોતિષાચાર્ય ડો પ પૂ આ ભ હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા શિષ્યરત્ન પૂજય મુનિ હેમદર્શન વિજય મ.સા તથા જંગમરત્ન તીર્થ પ્રેરક પ પૂ આ ભ રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજય મુનિ નયશેખર વિજય મ.સા, પૂજય મુનિ શૌર્યશેખર વિજય મ.સા આદિઠાણા ની પાવનકારી નિશ્રામાં યોજાયેલ.આ પ્રસંગે વિધિવિધાન પંડિતવર્ય શ્રી વિજયભાઈ શાહ (પાટણવાળા) શ્રી જીતુભાઈ નાયક (પાટણવાળા) એ ભક્તિ ની રમઝટ જમાવેલ.આ ધ્વજારોહણ નો લાભ ઓઢા નિવાસી મધુબેન કાન્તિલાલ ભોગીલાલ વેલાણી હસ્તે. શ્રીમતી મંજુલાબેન નવિનભાઇ વેલાણી પરિવારે લાભ લીધેલ.ધ્વજારોહણ વિધિ બાદ સંઘ સ્વામીવાત્સલ્ય યોજાયેલ.આ પ્રસંગે ઝાલમોર ગામના શ્રાવક-શ્રાવિકાઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

તસ્વીર અહેવાલ દિલીપસિંહ જાડેજા શંખેશ્વર 

Contribute Your Support by Sharing this News: