બીહાર ઈલેક્શન પુરુ થયા બાદ આવેલા એક્ઝીટ પોલ મુજબ તેજસ્વી યાદવ બીહારના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. જેમનો આજે જન્મદિવસ હોવાથી તેેઓ 31 વર્ષના થયા છે. તેમનો જન્મ દિવસ હોવાથી અનેક લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જો એક્ઝીટ પોલ સાચા પડે તો તેઓ દેશ ભરમાં પુર્ણ રાજ્યના સૌથી નાની વયના મુખ્યમંત્રી બની શકે છે. અગાઉ આ સૌથી નાની વયના મુખ્યમંત્રી તરીકે આસામના પ્રફુલ્લા કુમાર મોહન્તાના નામે આ રેકોર્ડ હતો. જેમાં તેઓ માત્ર 33 વર્ષે રાજ્યના સીએમ બની ગયા હતા.
તેજસ્વી યાદવ આજે તેમનો 31 મો જન્મ દિન ઉજવી રહ્યા છે. ગઈ કાલે બીહાર વિધાનસભા ચુંટણીનુ રીઝલ્ટ આવવાનુ છે. જેમાં વિપક્ષી નેતાઓની બોડી લેન્ગવેઝ તથા એક્ઝીટ પોલના આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવે તો લગભગ તેજસ્વી યાદવનુ મુખ્યમંત્રી બનવુ નક્કી જ છે. ચુંટણીના સમયે તેજસ્વી યાદવે નોકરીઓ ઉપરાંત અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જેમાં તેઓ બંધ પડેલી ફેક્ટરીઓને શરૂ કરવા સહીત અનેક વાયદાઓ કરી ચુક્યા છે. તેમને ઉઠાવેલા તમામ મુદ્ધા બીહારની આમ જનતાને સ્પર્ષી ગયા હોય એમ તેમની રેલીઓમાં ઉમડી પડતા લોકોની સંખ્યા જોઈ માલુમ થતુ હતુ.
ભારતમા સૌથી નાની વયના મુખ્યમંત્રી તરીકે આ પાંડુચેરી એમ.ઓ.ફારૂકનુ નામ લખાય છે. જે માત્ર 29 વર્ષ અને 8 મહિનાની વયે તેઓ યુનીયન ટેરીટરી પાંંડુચેરીના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 9 એપ્રીલ 1967 થી 6 માર્ચ 1968 ના સમયગાળા દરમ્યાન પાંડુચેરીના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ પાંડુચેરી યુનીયન ટેરીટરી હોવાથી તથા તેનુ ક્ષેત્રફળ 19.5 સ્ક્વેર કીલો મીટર અને વસ્તી અત્યારે પણ 2.42 લાખ જેટલી છે. પાંડુચેરી કરતા દેશમાં અનેક શહેરો એવા છે. જેમની વસ્તી તેના કરતા પણ વધારે છે. જેથી તેમને એટલુ મહત્વ ના ગણાય.
જેથી આસામ ગણ પરીષદના નેતા પ્રફુલ કુમાર મોહન્તાને સૌથી યંગેસ્ટ સીએમ તરીકે યાદ કરવામાં આવે છે. જે વર્ષ 1985 માં માત્ર 33 વર્ષની ઉમરે સીએમ બની ગયા હતા. આસામ એક ફુલ પ્લેઝ સ્ટેટ હોવાથી યંગેસ્ટ સી.એમ. તરીકે પ્રફુલ કુમારને જ માનવામાં આવે છે. પરંતુ પક્ષ – વિપક્ષના નેતાઓની બોડીલેન્ગવેઝ જોઈ અને એક્ઝીટ પોલ ઉપર વિશ્વાષ કરવામાં આવે તો તેજસ્વી યાદવ આ રેકોર્ડ તેમના નામે કરી શકે છે.
તેજસ્વી યાદવ ચુંટણી પ્રચારમાં વારંવાર કહેતા હતા કે 9 નવેમ્બરના રોજ મારો જન્મ દિવસ છે અને 10 તારીખે રીઝલ્ટ આવવાનુ છે. રીઝલ્ટમાં તેઓ નીતીશકુમારને ઘર ભેગા કરી દેશે અને તેમના પીતાને ખોટી રીતે જેલમાં બંદ કરાવ્યા હોવાથી તેમની છોડાવવાનુ કામ કરવામાં આવશે.
એનડીએ દ્વારા ચુંટણી પ્રચારમાં વારંવાર લાલુ પ્રસાદનો કાર્યકાળ યાદ કરાવવામાં આવતો હતો. જેમાં તેઓ બીહારની જનતાને એક પ્રકારનો ડર બતાવી રહ્યા હતા કે જો આરજેડીની સરકાર બની જશે તો જંગલરાજ આવી જશે. એક્ઝીટ પોલના અનુમાન કહી રહ્યા છે કે બીહારની જનતાને જુના પુરાણા સમયને યાદ કરવાનો સમય નથી રહ્યો લોકડાઉનમા પડેલી હાંલાકીને કારણે તેમને 10 લાખ નોકરીઓ જેવા મુદ્દાની વાત કરનાર માં જ રસ છે. છેલ્લા કેટલાક સમયથી આરજેડીના કમીટમેન્ટ ઉપર વાત કરવામાં આવે તો તેઓએ કરેલા વચનો નીભાવવાનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે. જેમાં વર્ષ 2015 માં બીહાર વિધાનસભામાં ઈલેેક્શનમાં ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી હોવા છતા તેમને વચન અનુસાર નીતીશ કુમારને સીએમ બનાવ્યા તથા સ્પીકર પણ તેમને જેડીયુ પાર્ટીના બનાવ્યા હતા. બાદમાં નીતીશ કુમારે પલ્ટી મારી બીજેપી સાથે જઈ સરકાર બનાવી દીધી હતી.