રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલૂ યાદવા દિકરા તેજસ્વી યાદવે ગુરૂવારે પોતાના ફ્રેન્ડ રશેલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્ન દિલ્હીમાં થયા હતા. જેમાં રાજનીતિ સાથે જાેડાયેલ દિગ્ગજ નેતાઓ શામેલ થયા હતા. ઉપરાંત ખાસ મિત્રો અને સગાસંબંધીઓને બોલાવામાં આવ્યા હતા. તેજસ્વી યાદવ અને રશેલ ગોડિન્હોના સાત ફેરા દિલ્હીના સૈનિક ફાર્મમાં થયા હતા.કહેવાય છે કે, તેજસ્વી યાદવની પત્ની રશેલ લગ્ન બાદ રાજેશ્વરી યાદવના નામથી ઓળખાશે. તેમના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તેજસ્વી યાદવની બહેન રોહિણી આચાર્યે પણ રાજદ નેતાના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાથે જ પોતાના ભાઈ-ભાભીને આશીર્વાદ આપ્યા હતા. રોહિણી આચાર્યે ફોટો શેર કરીને ભાઈ ભાભીને શુભેચ્છાઓ આપી હતી.તેજસ્વી યાદવની પત્ની રશેલ હરિયાણાના રેવાડી જિલ્લાની રહેવાસી છે. તે એરહોસ્ટેસ રહી ચુકી છે અને હાલ તે દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં રહે છે. તેમના વિશે વાત કરતા સીનિયર આરજેડી નેતાએ કહ્યું હતું કે, તે ફક્ત એટલું જાણે છે કે, દુલ્હન તેજસ્વી યાદવ સાથે દિલ્હીના આરકે પુરમમાં આવેલા ડીપીએસમાં ભણી છે.
તેજસ્વીના લગ્ન પર તેજ પ્રતાપે ટ્વીટ કરતા જણાવ્યુ હતુ કે, જીંદગીની નવી ઈનીંગની શરૂઆત માટે “અર્જન” ખુબ – ખુબ શુભકામના. અત્રે ઉલ્લેખનીય છે કે, આરજેડીમાં ફુટ પાડવા કેટલાક વિરોધી તત્વો દ્વારા તેજ પ્રતાપ vs તેજસ્વી યાદવ કરાવવા માંગે છે. પરંતુ આ મામલે તેજ પ્રતાપ અનેક વાર કહી ચુક્યા છે કે આ યુદ્દમાં તેજસ્વી મારો અર્જુન છે.
ज़िंदगी की नई पारी की शुरूआत के लिए “अर्जुन” को अथाह आशीर्वाद।
— Tej Pratap Yadav (@TejYadav14) December 9, 2021
भगवान इस नई जोड़ी को ताउम्र दुनिया की हर ख़ुशियों से नवाज़ें, ऐसी कामना करता हूँ। pic.twitter.com/yHXqOG7iJF
તેજસ્વી યાદવના લગ્નમાં ફક્ત નજીકના એવા 50 લોકોને બોલાવામાં આવ્યા હતા. મહેમાનોમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને તેમના પત્ની ડિમ્પલ યાદવ પણ શામેલ હતા. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, લાલૂ પ્રસાદ યાદવની તબિયતના કારણે દિકરાના લગ્ન ફટાફટ કરી દેવામાં આવ્યા છે. ખુદ તેજસ્વી યાદવ પણ ઈચ્છતા હતા કે, તેમના લગ્નમાં વધારે લોકો શામેલ ન થાય. આ ર્નિણય તેમણે ઓમિક્રોનના વધતા કેસોને ધ્યાને રાખીને લીધો છે.
(ન્યુઝ એજન્સી)