ઉંદરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ના શિક્ષકોએ નવી પેન્શન યોજના સામે વિરોધ દર્શાવ્યો.

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત પાટણ : સરકાર દ્વારા જૂની પેન્શન યોજના બંધ કરીને નવી પેન્શન યોજના ચાલુ કરતા તેનો વિરોધ શિક્ષકો કરી રહ્યા છે.આ વિરોધમાં સરસ્વતી તાલુકામાં આવેલી ઉતર બુનીયાદી વિદ્યાલય ઉંદરા ના શિક્ષકો એ કાળી પટ્ટી બાંધીને તેમજ હોમ હવન કરીને નવી યોજના સામે વિરોધ દર્શાવ્યો હતો.

શિક્ષકોની માગણી છે કે જૂની પેન્શન યોજના લાગુ થાય.2004 પહેલા જૂની પેન્શન યોજના લાગુ હતી.અને તે યોજનાનો લાભ કર્મચારીઓને મળતો હતો.પરંતુ ત્યાર પછી નવી પેન્શન યોજના અમલ મા આવી છે.જૂની પેન્શન યોજનામાં કર્મચારીની હયાતી બાદ પણ તેમના પરિવાર ને  આ યોજના રક્ષણ પુરુ પાડે છે. ત્યારે શિક્ષ

કોની માંગણી છે.કે જૂની પેન્શન યોજના સરકાર ચાલુ કરે અને તેનો લાભ કર્મચારીઓને મળે.આ વિરોધમાં શિક્ષકો જોડાયા હતા.

તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ સરસ્વતી પાટણ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.