ગરવી તાકાત કાંકરેજ : રાજ્યમાં જૂની પેન્સન યોજના અમલીકરણ માટે સમગ્રહ ગુજરાત માં કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો છે.
જૂની પેન્સન યોજના લાગુ કરવા શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી રાજ્યના તમામ શિક્ષકો પેન્સન માંગ સાથે કાળી પટ્ટી ધારણ કરી મૌન પાળી વિરોધ દર્શાવ્યો.બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ સંજયભાઈ દવે દ્વારા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજના શરૂ કરવાના આંદોલનના ભાગરૂપે આજ રોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને આહવાન આપ્યું હતું.
ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી માથાક થરા અનુપમ પ્રા.શાળા નંબર ૨ માં દરેક શિક્ષકગણે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દ્રર્શાવ્યો હતો.અને બિંદેશ્વરીદેવી ઝાલા એ જણાવ્યું કે જો અમારી માગણી સરકાર નહિ સ્વીકારે તો અમે ઉગ્રહ આંદોલન કરીશુ.
તસવિર અને આહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ