સરસ્વતી તાલુકાના હીરાવાડી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત સરસ્વતી પાટણ : દુનિયામાં જો માતા પછી બાળકને ગુરુ નો મહત્વનો દરજ્જો આપતો હોય તો તે શિક્ષક છે. શિક્ષક તે બાળકના ઘડતરમાં એક મહત્વનું પાસું છે તેના અવિરત જ્ઞાનથી બાળકોના જ્ઞાનનો સંચાર કરીને તેને સાચી દિશા ચિંધે છે.ત્યારે આજ રોજ પાંચ મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ને યાદમાં શિક્ષક દિન ઉજવાય છે.ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ  1962 ભારતમાં દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છેત્યારે આજરોજ સરસ્વતી તાલુકાના હીરાવાડી પ્રાથમિક શાળામાં શિક્ષક દિન તરીકે શાળાના બાળકોએ વર્ગનું સંચાલન કર્યું હતું.

જેમાં શાળાના આચાર્ય તરીકે શ્રીમતી કોમલબેન ઉદાજી નિમણૂક કરવામાં આવી હતી તથા શિક્ષકો માટે ધોરણ 1 અને ધોરણ 2 માં દેસાઈ રિયાબેન રેવાભાઇ ઠાકોર રાજલબેન  ચેતનાબેન જશોજી ની નિમણૂક કરવામાં આવી હતી.ધોરણ ત્રણ અને ચાર માં સોલંકી રિયાબેન રેવાભાઈ તથા દેસાઈ રીશવ વિષ્ણુભાઈ તેમ જ ધોરણ 5માં ઠાકોર જીયાબેન શ્રવણજી ને શિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી હતી.આજે શિક્ષક દિવસ હોય આખો દિવસ શિક્ષક મિત્રો દ્વારા બાળકોએ શિક્ષણ આપ્યું હતું.

શાળાના આચાર્ય તરીકે કોમલબેન ઉદાજી એ બાળકોને શિક્ષક દિન મહત્વ સમજાવ્યું હતું તથા સાવિત્રીબાઈ ફૂલે વિશે પણ વાર્તા કરી હતી અને સ્વચ્છતા વિશે વર્ગખંડમાં બાળકો ને સમજ આપી હતી.આમ શિક્ષક દિવસ નિમિત્તે બાળકોને શાળાનું સંચાલન કર્યું હતું.

તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.