ગરવી તાકાત થરા : કાંકરેજ આંજણા કેળવણી મંડળ સંચાલિત વિનય વિદ્યા મંદિર થરા ખાતે પાંચમી સપ્ટેમ્બર એટલે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ નો જન્મદિન અને આ દિવસને સમગ્ર દેશમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. આજે પાંચમી સપ્ટેમ્બરના દિવસે વિનય વિદ્યા મંદિર શાળામાં પણ શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઉત્સાહી પ્રમુખ અણદાભાઈ પટેલ અને શાળાના આચાર્ય ઈશ્વરભાઈ બી. પટેલના માર્ગદર્શન હેઠળ સુંદર રીતે શિક્ષકદિન ની ઊજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ આજે શિક્ષકની ભૂમિકા ભજવી કાર્યક્રમ માં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આજના દિવસના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય તરીકે ની ભૂમિકા ધો. ૧૨ સાયન્સની વિદ્યાર્થીની ઋત્વિબેન એમ. ચૌધરી અને સુપરવાઈઝર તરીકે ધવલ ચૌહાણ,આશા ચૌધરી, નિધિ પરમાર અને જિનલ સુથાર તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય તરીકે ઇસીતા કે.વણકર અને સુપરવાઈઝર તરીકે ગૌતમ એમ.પટેલે ભૂમિકા ભજવી હતી. છેલ્લા બે તાસમાં સાંસ્કૃતિક પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આજના શિક્ષક દિનમાં ભાગ લીધેલા શિક્ષકો અને બાળકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને રાસ ગરબા રમી સૌ વિદ્યાર્થીઓ છૂટ્ટા પડ્યા હતા.શિક્ષકદિનની ઉજવણી ના કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.યશપાલસિંહ ટી વાઘેલા થરા