હાલ ટાટા સ્કાય સેટ ટોપ બોક્સની કિંમત એરટેલ ડિજિટલ ટીવીના સેટ ટોપ બોક્સ જેટલી થઈ ગઈ છે ટાટા સ્કાય કંપનીએ પોતાના ડીટીએચ સેટ ટોપ બોક્સની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો કંપનીએ એચડી અને એસડી એમ બંને બોક્સમાં કર્યો છે. કિંમત ઘટાડવા બાબતે કંપનીનું કહેવું છે કે, ઓછી કિંમતના લીધે દેશના બાકી રહેલા વિસ્તારમાં પણ ગ્રાહકો ટીવી જોઈ શકશે. યુઝર્સ નવી કિંમતના સેટ ટોપ બોક્સ ઓનલાઇન ખરીદી શકે છે. આ ઉપરાંત રિટેલ શોરૂમમાંથી પણ ખરીદી શકે છે.નવી કિંમત પ્રમાણે ગ્રાહક ટાટા સ્કાય એચડી સેટ ટોપ બોક્સ 1800 રૂપિયામાં જ્યારે એસડી સેટ ટોપ બોક્સ 1600 રૂપિયામાં ખરીદી શકશે. કંપની માર્કેટમાં નવી કિંમત લોન્ચ કરીને બીજા સેટ ટોપ બોક્સ જેમ કે એરટેલ, ડિશ ટીવી અને ડીટીએચ સર્વિસને ટક્કર આપવા માગે છે. હાલ ટાટા સ્કાય સેટ ટોપ બોક્સની કિંમત એરટેલ ડિજિટલ ટીવીના સેટ ટોપ બોક્સ જેટલી થઈ ગઈ છે.ટાટા સ્કાયે રાજ્યો પ્રમાણે ચેનલનું નવું ઓફર પૅક પણ જાહેર કર્યું છે. આ પેકની શરૂઆત માત્ર 49 રૂપિયાથી થાય છે. ટેક્સને ઉમેરીને આ પેકની કિંમત 57.80 રૂપિયા થાય છે. નવા ચેનલ પૅકમાં સ્ટાર બંગાળી વૅલ્યૂ A પેક, સ્ટાર બંગાળી વૅલ્યૂ B પૅક, સ્ટાર બંગાળી પ્રીમિયર A પૅક ને સ્ટાર બંગાળી પ્રીમિયમ B પૅક સામેલ છે.

સ્ટાર બંગાળી પૅક ચેનલ્સ ટેક્સની સાથે કિંમત
વૅલ્યૂ A પૅક 14 57.8 રૂપિયા
વૅલ્યૂ B પૅક 14 57.8 રૂપિયા
પ્રીમિયર A પૅક 17 93.2 રૂપિયા
Contribute Your Support by Sharing this News: