ટાટા મોટર્સે ભારતમાં નવી કોમ્પેક્ટ ટ્રક ટાટા ઈન્ટ્રા લોન્ચ કરી દીધી છે. આ ટ્રક બે વેરિયન્ટ V10 અને V20 નામથી બજારમાં ઉતારવામાં આવી છે. તેની કિંમત અનુક્રમે 5.35 લાખ અને 5.85 લાખ રૂપિયા રાખવામાં આવી છે. પ્રીમિયમ ટ્રક ટાટા ઈન્ટ્રા એ કંપનીની લોકપ્રિય Ace મિની ટ્રકની રેન્જમાં છે. Aceની તુલનામાં ઈન્ટ્રામાં ઘણાં ફર્સ્ટ ઈન સેગ્મેન્ટ (આ સેગ્મેન્ટમાં પ્રથમ વખત) ફીચર્સ આપવામાં આવ્યા છે, જે તેને આ સેગ્મેન્ટની પ્રીમિયમ ટ્રક બનાવે છે. ટાટા મોટર્સનું કહેવું છે કે નવી કોમ્પેક્ટ ટ્રક ઈન્ટ્રામાં બહાર અને અંદર પેસેન્જર કાર જેવાં એલિમેન્ટ્સ આપવામાં આવ્યાં છે. ટ્રકના એક્સટિરિઅરમાં ક્રોમ સ્લેટ સાથે મોટી ફ્રન્ટ ગ્રિલ, હેલોજન લાઇટ્સ અને શાનદાર દેખાનારા ગ્લાસ હેડલેમ્પ અને ઈન્ટિગ્રેટેડ ટર્ન ઈન્ડિકેટર્સ છે. તેમાં મોટાં સેન્ટ્રલ એરડેમ સાથે બોલ્ડ લુકવાળું બમ્પર આપવામાં આવ્યું છે. ઈન્ટ્રામાં 14 ઈંચનાં સ્ટીલ વ્હીલ્સ છે, જેના માટે ડ્યુઅલ ટોનવાળાં કવરનો વિકલ્પ પણ મળે છે. ઈન્ટ્રા ટ્રકમાં ક્લિયર ડેશબોર્ડ છે. સેન્ટર કન્સોલ અને એર કોન વેન્ટ્સની ચારેબાજુ કોન્ટ્રાસ્ટ બેઝલ છે. તેમાં તમને ચાર્જિંગ સોકેટ, લોક કરવાવાળું ગ્લવ બોક્સ, રેડિયો AUX-IN અને USB કનેક્ટિવિટી સાથે સ્ટાન્ડર્ડ મ્યુઝિક સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સેગ્મેન્ટ ફર્સ્ટ ગિયર શિફ્ટ ઈન્ડિકેટર જેવાં ફીચર્સ મળશે. ઈન્ટ્રાની લોડિંગ કેપેસિટી 1100 કિલોગ્રામ છે, જે Ace Mega XLની લોડિંગ કેપેસિટી કરતા 100 કિલોગ્રામ વધારે છે.ટાટા ઈન્ટ્રા V20 મોડલમાં 1.4 લિટર ડાયરેક્ટ ઈન્જેક્શન ડીઝલ એન્જિન છે. 1396 ccનું આ એન્જિન 4000 rpm પર 69 bhp પાવર અને 1800-3000 rpm પર 140 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે સજ્જ છે. ઈન્ટ્રાનાં V10 મોડલમાં 800 cc, 2 સિલિન્ડર એન્જિન છે, જે 39 bhp પાવર અને 90 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

Contribute Your Support by Sharing this News: