ગરવી તાકાત,ગાંધીનગર:- ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીના દિક્ષાંત સમારંભને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી હતી. અહિ તેમને કહ્યું હતુ કે ભારતે કાર્બન ઉત્સર્જનમાં 30 થી 35 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને સમયસમય રીતે આ હાંસલ કરાશે.  

આજે આપણો દેશ એક તૃતીયાંશથી વધુ દ્વારા કાર્બન ફુટપ્રીન્ટ્સ ઘટાડવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. જ્યારે આપણે આ વસ્તુ દુનિયાની સામે મૂકી હતી, ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું કે શું ભારત આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે ? તેમણે કહ્યું હતુ કે, આ દાયકામાં કુદરતી ગેસ વપરાશની ક્ષમતામાં ચાર ગણો વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી પાંચ વર્ષ દરમિયાન ઓઇલ રિફાઇનિંગની ક્ષમતા બમણી કરવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.એમ વડાપ્રધાને જણાવ્યુ હતુ.

વધુમા તેમણે ઉમેરતા જણાવ્યુ હતુ કે, સરકાર એનર્જી સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહન આપી રહી છે. આ માટે વિશેષ ભંડોળની પણ જાહેરાત કરવામાં આવી છે. વિધાર્થીઓને સંબોધતા કહ્યુ હતુ કે, જો તમને કોઈ વિચાર, ઉત્પાદન અથવા પ્રોજેક્ટ છે કે જેને તમે આગળ વધારવા માંગો છો, તો સ્ટાર્ટઅપ ફંડ દ્વારા સહાય પૂરી પાડી શકાય છે. આ એક સારી તક અને સરકાર તરફથી ભેટ છે.આ દાયકામાં એકલા તેલ અને ગેસ ક્ષેત્રમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. તેથી, આ ક્ષેત્રમાં તમારા માટે પુષ્કળ સંભાવનાઓ છે.

આ યુનિવર્સીટીના આઠમાં દિક્ષાંત સમારંભમાં દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી પણ હાજર રહ્યા હતા. જેઓ આ યુનીવર્સીટીના બોર્ડના ચેરમેન છે. જેમને તેમના સંબોધનમાં પ્રધાનમંત્રી તથા વિજય રૂપાણીના વખાણ કરતા જણાવ્યુ હતુ કે, પીએમ મોદી વિઝનરી નેતા તરીકે સંબોધ્યા હતા.

Contribute Your Support by Sharing this News: