મહેસાણા જીલ્લાના વડનગરમાં 12 અને 13 નવેમ્બર એમ બે દિવસીય તાના રીરી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં દેશના અનેક ખ્યાતનામ કલાકારો પણ ઉપસ્થિત રહેનાર છે. ત્યારે તંત્ર દ્વારા આ કાર્યક્રમને વધુ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 175મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ છે.
વડનગરમાં તાના રીરીની યાદમાં 12 અને 13મી નવેમ્બરના રોજ તાના-રીરી ઉધાન ખાતે કાર્યક્રમ યોજાનાર છે. જેનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે રાજ્ય સરકારે આ કાર્યક્રમનો વધુ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. જેમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 175 મી(28 ઓગસ્ટ 1896) જન્મ જયંતીના ભાગરૂપે ભવ્ય લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ લોક ડાયરામાં અનેક નામાંકીત કલાકારો ઉપસ્થિત રહેનાર છે. સરકાર દ્વારા આ ભવ્ય લોકડાયરાનુ આયોજન કરવામાં આવતા મોટા પ્રમાણમાં લોકોનુ માનવ મહેરામણ ઉમટી પડવાનુ અનુુમાન લગાવામાં આવી રહ્યુ છે. તો બીજી તરફ જીલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગે સુરક્ષા માટે કડક બંદોબસ્તની ગોઠવણી કરી છે.