ગરવી તાકાત, મહેસાણા તા. 07 – પાલનપુરમાં પડેલા વરસાદને લઈને પાલનપુરના અમદાવાદ -આબુ હાઇવે ઉપર પાણી ભરાયા છે. જેમં એક ટ્રકે પલટી મારી છે. અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી વારંવાર વરસાદી પાણી ભરાઈ ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.જોકે હાઇવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા સ્કૂલે જતા બાળકોના વાહનો અને અન્ય લોકો વારંવાર અટવાતા લોકોમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે જેથી લોકો તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. અને વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે જેથી લોકો તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.
)
મહેસાણામાં ભારે વરસાદ
મહેસાણા માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. મહેસાણા વહેલી સવારે 2 કલાક માં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણામાં 2 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 2 ઇંચ વરસાદ વરસતા તંત્રની પોલ ખુલી ગઈ છે. વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાધનપુર સર્કલથી ગોપી નાળા જતા રોડ પર કેડ સમા પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેથી પાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મહેસાણાના ભમરીયા નાળામાં પણ પાણી ભરાયા છે. મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતા બંને મુખ્ય નાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાાયા છે.
પાટણ પણ જળબંબાકાર થયું
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને પાટણ પંથકમાં મોડી રાત્રિથી ભારે વરસાદ શરુ થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ગરકાવ થઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છૅ. ખાસ કરીને રેલવે ગરનાળા માં વરસાદી પાણી ગરકાવ થઇ જતા અવર જવરનો માર્ગ બંધ થઇ જતા હાઇવે પરથી શહેરમાં આવવાનો માર્ગ બંધ થતા ભારે મુશ્કેલીનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છૅ. ચોમાસામાં આ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની છૅ. પાણીના નિકાલ માટે પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. જેને લઇ પ્રજાજનો હાલાકી ભોગવી રહ્યાં છૅ.


