raining fire from the onslaught of sun god Agan Gola. – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

સૂર્યદેવતા અગન ગોળાના આક્રમણથી આગ વરસાવતાં પાટણ 44.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું હોટ શહેર
હવામાન વિભાગ અનુસાર ગઈકાલે રાજયનુ સૌથી ગરમ શહેર 44.6 ડીગ્રી સાથે પાટણ શહેર રહ્યુ હતુ

તાપમાનનો પારો 44.2 ડીગ્રીએ પહોંચતા રોડ પર સ્વયંભૂ કર્ફયુ લાગી જવા પામ્યો હતો

ગરવી તાકાત, તા. 11- હીટવેવની અસર હેઠળ સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- ગુજરાતમાં સૂર્યદેવતા છેલ્લા બે દિવસથી અગનગોળા વરસાવી રહ્યા હોય જનજીવન ભારે પ્રભાવિત બન્યુ છે. ખાસ કરીને છેલ્લા બે દિવસથી પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિત ઠેર ઠેર રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યુ છે. ગઈકાલે જ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, પાટણ સહિતના સ્થળોએ ચાલુ સીઝનની સૌથી વધુ ગરમી નોંધાતા લોકો તોબા પોકારી ઉઠયા હતા.

44 ડીગ્રીની સાવ નજીક તાપમાન પહોંચી જતા લોકો આકુળ-વ્યાકુળ બની ગયા હતા. બનાસકાંઠામાં 44.2 ડીગ્રી તાપમાનથી લોકો તોબા પોકારી ઉઠયા હતા. દરમ્યાન જૂનાગઢથી મળતા અહેવાલો મુજબ જૂનાગઢમાં ગઈકાલે સીઝનનો સૌથી વધુ ગરમીનો દિવસ નોંધાયો હતો. તાપમાનનો પારો 44.2 ડીગ્રીએ પહોંચતા રોડ પર સ્વયંભૂ કર્ફયુ લાગી જવા પામ્યો હતો. લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. આગામી હજુ બે-ત્રણ દિવસમા ગરમીનો પારો 45 ડીગ્રીએ પહોંચી જશે તેવી શકયતાઓ દર્શાવાઈ છે. વાતાવરણ સુકુ અને ચોખ્ખુ જોવા મળતા તાપમાનમા વધારો થવા પામ્યો હતો. રોડ-રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ભેજનુ પ્રમાણ નજીવુ રહ્યુ છે જેથી ગરમીનો પારો હજુ ઉંચો જવાની શકયતાઓ જોવા મળી રહી છે.

હવામાન વિભાગ અનુસાર ગઈકાલે રાજયનુ સૌથી ગરમ શહેર 44.6 ડીગ્રી સાથે પાટણ શહેર રહ્યુ હતુ. તેમજ મહેસાણા 43.2, રાજકોટમાં 43.9 ડીગ્રી, અમદાવાદમાં 43.5, સુરેન્દ્રનગરમાં 43.5, અમરેલીમાં 43.8, વડોદરામાં 43.4, ભૂજમાં 43.4, છોટા ઉદેપુરમાં 43.8, દાહોદમાં 41.8, ડાંગમાં 42, ડીસામાં 43.4, ગાંધીનગરમાં 42.9, નર્મદામાં 42, પંચમહાલમાં 43.6 અને પોરબંદર ખાતે 42.4 ડીગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યુ હતુ.