people’s attraction towards food packaging has increased. – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

એક દાયકા પહેલાની સરખામણીમાં ભારતીયોની ખાવા-પીવામાં મોટા ફેરફાર, લોકોનું ફૂડ પેકેઝિંગ તરફ આકર્ષણ વધ્યું
એક દાયકા પહેલાની સરખામણીમાં ભારતીયોની ખાવા-પીવાની આદતોમાં મોટો ફેરફાર

ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સના વિસ્તરણ, આવકમાં વધારો થયો

દિલ્હી, તા 11 -એક દાયકા પહેલાની સરખામણીમાં ભારતીયોની ખાવા-પીવાની આદતોમાં મોટો ફેરફાર થયો છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે ઘરે તૈયાર કરવામાં આવતા ખોરાકમાં ઘટાડો થયો છે. લોકો બહારના રાંધેલા ખોરાક પર વધુ ખર્ચ કરી રહ્યા છે. સરકારી આંકડાઓ અને સંશોધન અહેવાલો તેની પુષ્ટિ કરી રહ્યા છે. તદનુસાર, ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સના વિસ્તરણ, આવકમાં વધારો અને બદલાતા વલણો અને ખોરાકમાં સ્વાદને કારણે, આ વલણ વધુ વધવાની અપેક્ષા છે.

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MOSPI) અને ICICI સિક્યોરિટીઝના તાજેતરના ડેટા અનુસાર, શહેરી એલિટ વર્ગ ટોચ પર છે. આ કેટેગરીના પરિવારોએ તેમના ફૂડ બજેટનો અડધો ભાગ પેકેજ્ડ ફૂડ, રેસ્ટોરાં અને ફૂડ ડિલિવરી પર FY23માં ખર્ચ કર્યો હતો જે એક દાયકા અગાઉ 41.2% હતો. ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ એપ્સના વિસ્તરણને કારણે પેકેજ્ડ ફૂડ ખાવાનું ચલણ વધ્યું છે. તેમનું કહેવું છે કે જેમ જેમ પરિવારની આવક વધે છે તેમ તેમ લોકોની ખાવાની આદતો પણ તે પ્રમાણે બદલાય છે.

આ રીતે ટ્રેન્ડ બદલાયો –  આ સમયગાળા દરમિયાન, ઉચ્ચ વર્ગના પ્રોસસ્ડ ફૂડ પરનો ખર્ચ 2.2 ગણો વધ્યો. મધ્યમ આવક ધરાવતા પરિવારોમાં તે 3.3 ગણો વધ્યો છે. આ સમયગાળા દરમિયાન, મધ્યમ આવક ધરાવતા પરિવારો દ્વારા તેમના ખાદ્ય બજેટના હિસ્સા તરીકે પ્રોસેસ્ડ ફૂડ અને પીણાં પર ખર્ચ 16% થી વધીને લગભગ 25% થયો છે.

વર્કિંગ કપલ્સની સંખ્યામાં વધારો થવાને કારણે આ  ટ્રેન્ડ વધ્યો છે. ટોચના 5% વસ્તી માટે – ICICI સિક્યોરિટીઝના અહેવાલ મુજબ – સ્ટેપલ્સ પરના ખર્ચમાં ઘટાડો થયો છે, જે સૂચવે છે કે જૂજ પરિવારો માટે રસોડું ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યું છે. FY 23માં અર્બન એલિટ ક્લાસ એ પરિવારના દરેક વ્યક્તિ પર 971 રૂપિયા દર મહિને ફૂડ ડિલિવરી પર ખર્ચ કર્યો.  મધ્યમ આવક ધરાવતા પરિવારમાં વ્યક્તિદીઠ રૂ. 60નો ખર્ચ થયો હતો. રિપોર્ટ અનુસાર, FY24માં આ ખર્ચ 18% વધવાનો અંદાજ છે.