Notice to 10 health officers of areas with low female birth rate in 202 villages of Mehsana district – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

મહેસાણા જિલ્લાના 202 ગામોમાં ઓછો સ્ત્રી જન્મદર ધરાવનાર વિસ્તારના 10 હેલ્થ ઓફિસરોને નોટિસ
1000 પુરુષ જન્મ દર ની સામે 1000 સ્ત્રી જન્મ દર હોવો જોઈએ જેની સામે જિલ્લાના 202 ગામોમાં 1000 થી ઓછો સ્ત્રી જન્મ દર નોંધાયો છે

ગરવી તાકાત, મહેસાણા તા. 27- મહેસાણા જિલ્લાના 202 ગામોમાં સ્ત્રી જન્મદર ઓછો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જિલ્લામાં ઓછો જન્મદર ધરાવનાર વિસ્તારના 10 હેલ્થ ઓફિસરો ને નોટિસ પણ ફટકારવામાં આવી છે. મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાલુકા 10 હેલ્થ ઓફિસરોને નોટિસ ફટકારાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લાના 202 ગામોમાં સ્ત્રી જન્મ દર ઓછો જણાયો છે. જેમાં 1000 પુરુષ જન્મ દર ની સામે 1000 સ્ત્રી જન્મ દર હોવો જોઈએ જેની સામે જિલ્લાના 202 ગામોમાં 1000 થી ઓછો સ્ત્રી જન્મ દર નોંધાયો છે. ઘણા ગામોમાં તો 1000 પુરુષ જન્મ દર સામે માત્ર 300 જેટલી સ્ત્રી જન્મ દર નોંધાયો છે. જેને પગલે છેલ્લા 2 વર્ષમાં આ ગામોમાં થયેલા ગર્ભપાત ની વિગતો માંગવામાં આવી છે.

3 દિવસમાં આ તમામ વિગતોનો ખુલાસો આપવા નોટિસ આંકવામાં આવી છે. જિલ્લામાં 202 ગામો પૈકી વડનગર તાલુકાના 12 ગામ, સતલાસણા તાલુકાના 23 ગામ, મહેસાણા તાલુકાના 23 ગામ, વિસનગર તાલુકાના 24 ગામ, વિસનગર તાલુકાના 17 ગામ, કડી તાલુકાના 25 ગામ, જોટાણા તાલુકાના 18 ગામ, બહુચરાજી તાલુકાના 22 ગામ, વિજાપુર તાલુકાના 24 ગામ અને ઊંઝા તાલુકાના 14 ગામોમાં સ્ત્રી જન્મ દર ઓછો નોંધાયેલો સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ એટલે કે વર્ષ 2001 મહેસાણા જીલ્લામાં સ્ત્રી જન્મદર ચિંતાજનક સ્થિતિમાં હતો અને તેના કારણે સામાજિક અસમાનતા મોટા પ્રમાણમાં નોધાઇ હતી. આ સ્ત્રી-પુરુષનાં જન્મદરમાં 1000 પુરુષોની સામે સ્ત્રી જન્મદર ફક્ત 800 જેટલો નોધાયો હતો. આથી સ્ત્રી અને પુરુષનાં જન્મદરમાં 200નાં તફાવતથી  સામાજિક અસમાનતાએ સમાજ અને સરકારમાં ચિંતા ઉભી કરી હતી. જો કે છેલ્લા 15 વર્ષથી બેટી બચાવો અભિયાન અને લોકોમાં જાગૃતિ આવવાથી મહેસાણા જીલ્લાનાં સ્ત્રી જન્મદરમાં નોધપાત્ર વધારો નોધાયો છે.

સૌથી ઓછો સ્ત્રી જન્મદર ધરાવતાં ગામો

ઊંઝા : ભવાનીપુરા, જગન્નાથપુરા, નવાપુરા, કામલી

સતલાસણા : સેમોર, કેવડાસન, નવાવાસ, ગોઠડા, આંબલિયારા

મહેસાણા : ખરસદા, હરદેસણ, દેસાઈનગર

વિસનગર : બેચરપુરા, કમાલપુર, ગોઠવા, મોટા ચિત્રોડા, થલોટા

ખેરાલુ : ચાડા, ચાણસોલ, ડભોડા અને પાન્છા

કડી : કમાલપુરા, બબાજીપુરા, સેદરડી અને ટાંકિયા

જોટાણા : છાલેસરા, મોદીપુર, મરતોલી અને કસલપુરા

બહુચરાજી : ગણેશપુરા, કનોડા, સાપાવાડા અને રાંતેજ

વિજાપુર : ભાવસોર, મહાદેવપુરા, મલાવ અને રણાસણ

વડનગર : વાગડી, ઉણાદ, બાદરપુર અને છાબલિયા