grandfather and grandson were spared as crane overturned in Mehsana Hubtown. – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

મહેસાણા હબટાઉનમાં ક્રેન પલ્ટી મારતાં દાદા તથા પૌત્રની સદનસીબે જાનહાનિ ટળી
ક્રેન દ્વારા કામગીરી ચાલતી હતી તે દરમિયાન વજન ભરેલી ક્રેન નમી જતાં અકસ્માત સર્જાયો

ક્રેન નીચેથી પસાર થઇ રહેલા દાદા પૌત્ર પર ક્રેન પડતાં બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયાં

ઇજાગ્રસ્તના સગીરના પિતાએ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ગરવી તાકાત, મહેસાણા તા. 05- મહેસાણાના નવા બસ સ્ટેશન પાસે આવેલ હબ ટાઉનમાં ક્રેન મારફતે કામગીરી ચાલી રહી હતી દરમિયાન ક્રેન વજનદાર ભાર હોવાથી નીચે પટાકાતાં એકટીવા પર પસાર થતાં દાદા તથા પૌત્રને ઇજાઓ પહોંચી હતી.

મહેસાણા હબટાઉન પાસે છેલ્લા કેટલાક દિવસથી ક્રેન મારફતે કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ક્રેન દ્વારા વજનદાર વસ્તુ લગાવવાની કામગીરી દરમિયાન એકાએક ક્રેન નીચે પડતાં અહીંથી પસાર થઇ રહેલા મહેસાણાનાના રાજેશભાઇનો સગીર દિકરો તથા તેમના દાદા પર ક્રેનનો ભાગ નમી જઇ પલટી મારતાં એકટીવા સવાર બે વ્યકિતઓને ઇજા પહોંચી હતી.

મહત્વનું છે કે ક્રેન નીચે પડી એ દરમિયાન આસપાસ લોકોના ટોળા ભેગા થઇ જતાં રાજેશભાઇના સગીર દિકરાને તેમજ તેના દાદાને બહાર કાઢી નજીકમાં આવેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનાની જાણ તેમના પરિવારને કરાતાં રાજેશભાઇ હાફળાફાફળા થઇ હબ ટાઉન ખાતે દોડી આવ્યાં હતા. આ અકસ્માતમાં એકટીવાના પણ ભુક્કા બોલાઇ ગયા હતા જો કે સદનસીબે પૌત્ર અને દાદાનો જીવ બચી ગયો હતો. આ અકસ્માત બાબતે ઇજાગ્રસ્તના પરિવારે મહેસાણા બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.