Delhi Police’s sarcastic reply to Pakistani actress – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

પાકિસ્તાની અભિનેત્રીને દિલ્લી પોલીસનો કટાક્ષમાં જડબેસલાક જવાબ, હજુ સુધી પાકિસ્તાન અમારા અધિકાર ક્ષેત્રમાં થયું નથી
પાકિસ્તાની અભિનેત્રીએ દિલ્લી પોલીસને મોદી વિરુદ્ધ ફરિયાદ લખવા ટવી્ટ લખી હતી

દિલ્લી પોલીસે પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીને ટ્વવીટ કરીને જવાબ આપતાં અભિનેત્રી સ્તબ્ધ

સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસના આ જવાબની ખુબ ચર્ચા થઈ રહી છે

આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં દિલ્હી પોલીસની આ ટ્વીટને લગભગ 36.6 હજાર લોકોએ લાઈક કરી છે જ્યારે 8000થી વધુ લોકોએ રિટ્વીટ કરી છે.

ગરવી તાકાત, તા. 10- પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અભિનેત્રી સહર શિનવારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. શિવારીએ ટ્વિટર પર દિલ્હી પોલીસને ટેગ કરીને લખ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે પ્રધાનમંત્રી મોદી અને  ભારતની ગુપ્તચર એજન્સી રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગે છે. તેણે એવી પણ આશા વ્યક્ત કરી કે ભારતની સર્વોચ્ચ કોર્ટમાંથી તેને ન્યાય મળશે.

પાકિસ્તાનની અભિનેત્રીને પોલીસે આપ્યો જવાબ

શિનવારીએ ટ્વીટ કરી કે કોઈ પણ દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક જાણે છે? મારે ભારતીય પીએમ અને ભારતીય ગુપ્તચર એજન્સી રો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી છે જે મારા દેશ પાકિસ્તાનમાં અરાજકતા અને આતંકવાદ ફેલાવે છે. જો ભારતીય અદાલતો સ્વતંત્ર (જેવો તે દાવો કરે છે) છે તો મને વિશ્વાસ છે કે ભારતની સર્વોચ્ચ કોર્ટ મને ન્યાય અપાવશે. જવાબમાં દિલ્હી પોલીસે સહરી શિનવારી પર કટાક્ષ કર્યો. દિલ્હી પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે પાકિસ્તાન અમારા અધિકાર ક્ષેત્રમાં નથી. પરંતુ જાણવા ઈચ્છીશું કે જ્યારે તમારા દેશમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે તો તમે ટ્વીટ કેવી રીતે કરી રહ્યા છો?  સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસના આ જવાબની ખુબ ચર્ચા થઈ રહી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં દિલ્હી પોલીસની આ ટ્વીટને લગભગ 36.6 હજાર લોકોએ લાઈક કરી છે. જ્યારે 8000થી વધુ લોકોએ રિટ્વીટ કરી છે.

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટ બહાર ધરપકડ થયા બાદ ભારે અફરાતફરીનો માહોલ છે. ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના અનેક શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. આગચંપી થઈ અને પોલીસના વાહનોને આગને હવાલે કરાયા તથા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું.