BJP has done a great job of delivering welfare schemes to citizens: Mehsana District BJP President Girish Rajgor – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

નાગરિકોને જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનું ભગીરથ કાર્ય ભાજપે હાથ ધર્યુ છે : મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

આજે તેમના પ્રયાસોના કારણે જ ભારતને આજે દુનિયા એક અલગ નજરથી જ જોઈ રહી છે : મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ

મહેસાણા ખાતે મળેલી પ્રેસ કોન્ફર્સમાં 30 મે થી 30 જુન સુધી વિશેષ સંપર્ક કાર્યક્રમોથી અવગત કરાયા

ગરવી તાકાત, મહેસાણા તા. 29- તારીખ 29/5 /2023 સોમવાર ના રોજ સાંજે 4:00 વાગે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકારના નવ વર્ષ પૂરા થાય છે તે નિમિત્તે મહેસાણા જિલ્લામાં તારીખ 30 મેથી 30 જૂન સુધી વિવિધ કાર્યક્રમો રાખેલ છે તે અંગેની માહિતી આપવા માટે માનનીય જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર ના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં મહેસાણા લોકસભાના મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર, સાંસદ શારદાબેન પટેલ, બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, ભગાજી ઠાકોર, ભાજપ મહામંત્રી ડોક્ટર જે એફ ચૌધરી, પ્રભારી પારુલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્ર સરકારના ૯ વર્ષ પૂર્ણ થતાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પત્રકાર પરિષદ કેન્દ્ર સરકારના ૯ વર્ષની ઉપબ્ધિઓને લોકો સુધી પોહચાડી જન-જાગરૂકતા લાવવાનો છે. જે માટે ભાજપ દ્વારા 30 મેથી 30 જુન સુધી વિશેષ આયોજન કરવામાં આવેલ છે.આ સમયગાળા દરમિયાન ભાજપ દ્વારા ખાસ અલગ રીતે વિશેષ જનસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેની વિગતે માહિતી ભાજપ પ્રમુખ રાજગોરે આપી હતી.

આ પ્રસંગે ગીરીશ રાજગોરે જણાવ્યું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળના 09 વર્ષપુર્ણ થતાં નાગરિકો જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનું ભગીરથ કાર્ય ભાજપે હાથ ધર્યુ છે. આગામી 30 મેથી 30 જુન સુધી છેવાડના માનવી સુધી પહોંચી સરકારની ઉપલ્બધિઓ અને માહિતી પહોંચાડી તેઓને સાર્વત્રિક વિકાસ થાય તે દિશામાં કામ કરવાનું છે. સંસદ શારદાબેન પટેલે ઉમેર્યું હતું કે દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધાર્યું છે.આજે તેમના પ્રયાસોના કારણે જ ભારતને આજે દુનિયા એક અલગ નજરથી જ જોઈ રહી છે.

ધારાસભ્ય સુખાજી ઠાકોરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૯ વર્ષ દરમિયાન અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ, નવી નીતિઓ વગેરેના માધ્યમથી ગરીબ, વંચિતો,દલિતો, શોષિતો વગેરેનો વિકાસ કરીને તેમને મુખ્યધારામાં લાવીને ગરિમાપૂર્ણ જીવન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. કેન્દ્ર સરકારના આ ૯ વર્ષના ગાળામાં દેશનો સામાજિક-આર્થિક વિકાસ થયો છે. મહિલાઓની વાત હોય કે પછી ખેડૂતોનાં કલ્યાણની કે સંરક્ષણની વાત હોય કે પછી આધારભૂત માળખાના વિકાસની વાત હોય દેશનો સતત તમામ ક્ષેત્રોમાં સતત,સમાવેશી અને સંતુલિત વિકાસ થતો રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સમયગાળા દરમિયાન લોકસભા, વિધાનસભા અને મંડલ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કેન્દ્રમાં વડા પ્રધાન મોદી દ્વારા થયેલા વિવિધ કામોને સમાજના છેવાડા ના માનવી સુધી પહોચાડવાનું આયોજન માટે ભાજપે ખાસ માઇક્રો પ્લાનીંગ કર્યું છે જેની સવિસ્તર માહિતી પત્રકાર પરીષદમાં આપી હતી.