air environment !!! – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

અહો.. આશ્ચર્યમ … જમીન, હવા પર્યાવરણને પ્રદુષિત થતા અટકાવવાની જેમની જવાબદારી છે તે મહેસાણા GPCB ની ફરજ LCBની ટીમ નિભાવી રહી છે !!!
મહેસાણા એલસીબીની ટીમે કડીના મોકાસણમાં ફેકટરીમાંથી છોડાતા દુષિત પાણીની ફેક્ટરી પર દરોડો પાડ્યોં

કપડાનો કલર બનાવવાની ફેક્ટરીમાંથી ખુલ્લી જમીનમાં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું હતું

કેમિકલયુક્ત દુષિત પાણીથી કેન્સર સહિતના રોગ તેમજ પશુ પક્ષીઓને નુકશાન તેમજ જમીન અને હવા પણ પ્રદુષિત થાય છે

Sohan Thakor – મહેસાણા તા. 23- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડી તાલુકાના મોકાસણ ગામની સીમમાં કપડાનો રંગ બનાવવાની ચાલતી ફેક્ટરીમાંથી નીકળતું પ્રદુષિત પાણી ખેંતરમાં ખાડા બનાવી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે જમીન, હવા, પર્યાવરણને પ્રદુષિત કરવાની ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી ફેક્ટરીમાંથી 41,425નો મુદ્દામાલ કબજે કરી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફેકટરીના માલિકની ધરપકડ કરવામાં આવી છે. ફેક્ટરીમાંથી નીકળતાં દુષિત કેમીકલયુક્ત પાણીથી આસપાસના રહીશોને કેન્સર જેવી બિમારી સાથે સાથે પશુ પંખીઓનું જીવન જોખમાય તેવી ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ મહેસાણા એલસીબીની ટીમે અટકાવી હતી.

મહત્વની બાબત એ છે કે સરકારશ્રી દ્વારા જમીન, હવા, પર્યાવરણના રક્ષણ માટે જે જીપીસીબીમાં અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે જેમની ફરજ આવી ફેક્ટરીઓ પર દરોડા પાડી આવી પ્રવૃતિઓ અટકાવવાની જવાબદારી જેમના શિરે છે તે જવાબદાર મહેસાણા જીપીસીબીના અધિકારી ઉનાળામાં ગરમીથી બચવા એસી ઓફિસમાં આરામ ફરમાવે છે તો ચોમાસાના બફારાથી બચવા એસી ઓફિસમાં આરામ ફરમાવી રહ્યાં છે અને તેમના તાબાની કામગીરી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે.

મહેસાણા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પી.આઇ આર.જે. ધડુકના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી પીએસઆઇ એચ.એલ.જોષી તથા એએસઆઇ  ડાહ્યાભાઇ, અનિલભાઇ, હે.કો. વિજયસિંહ, જયેશકુમાર, રાકેશસિંહ, રવીકુમાર, સુહાગસિંહ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મોકાસણની સીમમાં હતા તે દરમિયાન રાકેશસિંહ તથા સુહાગસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોકાસણ ગામની સીમમાં દંતાણી સંતોષભાઇ દિલિપભાઇ સર્વે નંબર 690વાળી જમીનમાં ઝાલા જસપાલસિંહ કેશરીસિંહ રહે. ગુંજાળા, દરબારનો માઢ તા. દેત્રોજવાળો કપડાના કલર બનાવવાનો પાવડર બનાવી તેમાંથી નિકળતું દુષિત પાણી ફેકટરી નજીક ખાડા ખોદી તેમાં દુષિત પાણી નાખી ખાડા ખુલ્લા રાખેલ છે.

જેથી આસપાસના રહીશોને સ્ક્રીન કેન્સર સહિતના રોગો થવાની તેમજ પશુ પક્ષીઓને પણ નુકશાન પહોંચાડવાની અને હવા તેમજ જમીન દુષિત કરવાની ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીનો સ્ટાફ મોકાસણ ગામની સીમમાં ઘટના સ્થળ પર પહોંચી ફેકટરીમાં તપાસ હાથ ધરતાં કપડાનો કલર બનાવવા માટે અલગ અલગ ટાંકીઓમાં મશીનથી મિશ્રણ કરી ચાર કલાક સુધી પ્રક્રિયા કરી તેમાંથી નિકળતું વેસ્ટ તથા દુષિત પાણીનો યોગ્ય નિકાલ નહી કરી જમીનમાં ખુલ્લા ખેતરોમાં ખાડા કરી દુષિત પાણી ભરી રાખવાથી ગંદુ થવાથી તેમજ મનાઇ હુકમ હોવા છતાં ફેકટરીમાં ઉત્પાદન ચાલુ રાખી સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ પાણીનો યોગ્ય નિકાલ નહી કરી જમીન,  હવા પ્રદુષિત કરવાની ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવવામાં આવી રહી હોવાનું જોવા મળતાં એલસીબીની ટીમે ફેકટરી ચલાવતાં ઝાલા જસપાલસિંહ કેશરીસિંહ રહે. ગુંજાળા, દરબારનો માઢ તા. દેત્રોજવાળાને ઝડપી લઇ કડી પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

ફેક્ટરીમાંથી પાસ પરમીટ વિનાનો ફેક્ટરીમાંથી ઝડપાયેલ મુદ્દામાલ

સલ્ફાનિક એસીડની 50 કિલો 11 નંગ બેગ કિંમત 4400 તથા સોડિયમ નાઇટ્રેટીટ 50 કિલોની 22 નંગ બેગ જેની કિંમત 8800 તથા સોડિયમ કાર્બોનેટ રપ કિલોવજનની બેગ નંગ 47 કિંમત 8225 તથા ફેક્ટરીની બહારની તેમજ અંદરના ભાગે મીઠાની 50 કિલો વજનની 400 નંગ બેગ કિમત 20 હજાર મળી કુલ રુ. 41,425નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

લ્યો..બોલો ..મહેસાણા જીપીસીબીની કામગીરી પણ હવે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને કરવી પડી રહી છે

મહેસાણા જિલ્લામાં જમીન, હવા પ્રદુષિત કરવાની ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી પ્રદુષણ અટકાવવાની જવાબદારી જેમના શિરે છે તે મહેસાણાનું ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના જવાબદાર અધિકારી ગરમીના આ બફારામાં એસી ઓફિસમાં બેસી ઠંડી હવાની મજા માણી રહ્યાં છે. મહેસાણા જિલ્લામાં આવી તો અનેક ગેરકાયદેસર ફેકટરીઓ જિલ્લામાં અનેક જગ્યાએ ધમધમી રહી છે. ત્યારે  ત્યારે જમીન, હવા, પર્યાવરણમાં પ્રદુષિત કરવાની પ્રવૃતિઓ અટકાવવા માટે સરકારશ્રી દ્વારા જેમની નિમણૂંક કરવામાં આવી છે તેઓ નામ પુરતી કે દેખાવ પુરતી કામગીરી પણ કરતાં હોય તેવું ક્યાંય નજરે પડતું નથી. ત્યારે ક્યા કારણોસર જીપીસીબીના જવાબદાર અધિકારી આવી પ્રવૃતિઓ અટકાવવાના પ્રયાસ ન કરી આવા તત્વોને છાવરી રહ્યાં હોવાના અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ સંજોગોમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોતાની જવાબદારી સાથે સાથે જમીન હવા પ્રદુષિત કરવાની આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવાની કામગીરી પણ કરવી પડી છે જે કામગીરી મહેસાણા જીપીસીબીના અધિકારીની છે તે જવાબદારી મહેસાણા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નિભાવી રહી છે.