950 worth of stolen goods were caught from a gambling house in Worli Matka in Unawa. – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

ઉનાવા ચાલતાં વરલી મટકાના જુગારધામ પરથી ચાર શકુનિઓને 19,950ના મુદ્દામાલ સાથે ઝડપાયાં
મહેસાણા એલસીબીની ટીમે ઉનાવામાં ચાલતું જુગારધામ પરથી 14,450 ની રોકડ કબજે કરી

એલસીબની ટીમ ત્રાટકતાં જુગારીઓમાં નાસભાગ મચી ત્રણ ઝડપાયાં એક ભાગી છૂટ્યોં

ગરવી તાકાત, મહેસાણા તા. 25 – ઉનાવા શહેરમાં ચાલતાં વરલી મટકાના જુગારધામ પર મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકતાં હાજર જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. એલસીબીની ઉનાવામાં ચાલતાં જુગારધામ પરથી ૧૯૯૫૦ના મુદ્દામાલ સાથે ચાર જુગારીયાઓને ઝડપી જુગારધારા એક્ટ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઊંઝા ઉનાવા પંથકમાં મોટા પ્રમાણમાં વરલી મટકા, સટ્ટો સહિતના જુગારધામ ખાનગી જગ્યાઓ પર ચાલી રહ્યા છે. ત્યારે આવા જુગારધામોને પકડી પાડવા મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.પી.રાવ નેતૃત્વમાં પીએસઆઇ એચ.એલ.જાેષી તથા પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ ડાહ્યાભાઇ, દિનેશભાઇ, નિલેશકુમાર, શૈલેષભાઇ, સન્નીકુમાર, કિરીટસિંહ, હરેશસિંહ સહિતનો પોલીસ સ્ટાફ એલસીબી કચેરીએ હાજર હતો તે દરમિયાન એએસઆઇ ડાહ્યાભાઇ તથા દિનેશભાઇને ખાનગી રાહે સંયુક્ત માહિતી મળી હતી કે,

ઊંઝાના ઉનાવા ખાતે કિરણ પ્રહલાદભાઇ ચૌધરી રહે. ઉનાવા, આનંદપુરા તા. ઊંઝાવાળો ઉનાવા જુના રામજી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યો છે અને હાલમાં જુગારધામ ચાલુ છે જે બાતમીના આધારે એલસીબીની ટીમ ઉનાવા પહોંચી જુગારધામ પર ઓચિંતી ત્રાટકતાં હાજર જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે એલસીબીએ કરિણ પ્રહલાદભાઇ ચૌધરી રહે. ઉનાવા, આનંદપુરા, ઠાકોર અર્જુન અનારજી રહે. ઉનાવ, આથમણોવાસ, ભરત મગનભાઇ પટેલ રહે. ઊંઝા, શ્યામલપાર્ક સોસાયટી, બિજીયાભાઇ વિરાભાઇ તાવીયાડ રહે. ઉનાવા, આલ્પા ગેસ્ટહાઉસવાળાને ૧૯૯૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા. જ્યારે શૈલેષ બચુભાઇ મીર રહે. ઉનાવા, સર્વોદય હાઇસ્કૂલવાળો ફરાર થઇ ગયો હતો. ઊનાવામાં એલસીબીની ટીમે કરેલી રેડ દરમિયાન ઉનાવા પોલીસતંત્ર ઊંઘતું ઝડપાયું હોવાની શહેરીજનો પ્રતિતિ કરી રહ્યા છે.