254 teams of UGVCL went to work after 52 power poles collapsed in North Gujarat – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

ઉત્તર ગુજરાતમાં 52 વીજપોલ ધરાશાયી થતાં યુજીવીસીએલની 254 ટીમો ધંધે લાગી
બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાતમાં યુજીવીસીએલ કંપનીને 3.75 કરોડનું નુકશાન

ગરવી તાકાત, મહેસાણા તા. 16- બિપોરજાેય વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં ભારે અસર વર્તાઇ હતી જેને પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા તો બીજી તરફ અનેક વીજથાંભલા અને વીજટ્રાન્સફોર્મરને પણ ભારે ધરાશાયી થતાં ભારે નુકશાન થવા પામ્યું હતું. જેમાં ઉત્તર ગુજરાતમાં યુજીવીસીએલ કંપનીને અંદાજિત 3.75 કરોડનું નુકશાન થવા પામ્યું છે.  ઉત્તર ગુજરાતમાં યુજીવીસીએલ સાથે સંલગ્ન નવ જિલ્લામાં વીજકંપનીને નુકશાન થયું છે. જેમાં મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં યુજીવીસીએલની 254 ટીમોને કાર્યરત કરવામાં આવી છે.

જે દરકે પોતાના વિસ્તારમાં યુજીવીસીએલના માણસો વાવાઝોડાને પગલે ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે અનેક સ્થળો પર વીજ થાંભલા ધરાશાયી થયા છે. બિપોરજોય વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતના 9 જિલ્લામાં 589 વીજપોલ જમીન દોસ્ત થયા હતા. જેમાં 144 વીજપોલ રીપેર કરવામાં આવ્યાં છે જ્યારે બાકીના 445 વીજપોલની કામગીરી યુજીવીસીએલની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. બિપોરજોય વાવાઝોડાના કારણે 9 જિલ્લામાં 72 ગામનો વિજ પુરવઠો ખોરવાયો હતો જેને પગલે 72 ગામના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યોં હતો.

વાવાઝોડાને પગલે મહેસાણામાં પવન ભારે સુસવાટા સાથે પડેલા વરસાદને પગલે મહેસાણા જિલ્લામાં અસર વર્તાઇ છે. મહેસાણા જિલ્લામાં પણ વીજ કંપનીને નુકશાની ભોગવવી પડી છે. મહેસાણા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના જિલ્લામાં 52 વીજથાંભલા નુકશાની વેઠવાનો વારો આવ્યોં છે. વાવાઝોડાની અસરને પગલે 35 વીજ થાંભલા ધરાશાયી થયા હતા. સામાન્ય વીજ પ્રવાહના 18 થાંભલા ધરાશાયી થયા હતા. જ્યારે બે સ્થળો પર વીજ ટ્રાન્સફર્મરને નુકશાન થવા પામ્યું હતું. યુજીવીસીએલને ઉત્તર ગુજરાતમાં નુકશાનથી અત્યાર સુધી 3.75 કરોડની નુકશાનીનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.