204 times difference in prices of branded medicine and generic medicine – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

બ્રાન્ડેડ દવા અને જેનેરિક દવાની કિંમતોમાં 204 ગણું અંતર, જાણો જેનેરિક દવા શું છે!!!
ગરવી તાકાત, તા. 14-  સરકાર દર્દીઓને સસ્તી દવઓ ઉપલ્બ્ધ કરાવવા માટે કાયદામાં સુધારો કરી રહી છે.  ડોક્ટર્સને દર્દીઓને ફક્ત સામાન્ય દવા લખવી પડશે, ન કોઈ વિશેષ બ્રાન્ડ અથવા કંપનીની. જેથી દર્દીઓને સસ્તી દવાઓ મળવા લાગશે, જેની કોઈ ગેરંટી નથી કારણ કે જેનેરિક દવાઓની પ્રિન્ટ અથવા રેટ એટલે કે આ દવાઓ પર છાપનારી કોઈ કિંમત પર નિયંત્રણ નથી. જેનો સામાન્ય દર્દીઓને કોઈ  ખાસ ફાયદો થતો નથી. એવામાં સરકારને જેનેરિક મેડિસિનના પ્રિન્ટ રેટ પર પણ લગામ લગાવવાની જરૂર છે, નહીં તો જનતાને કોઈ ફાયદો નહીં થાય.

જેનેરિક દવા શું હોય છે

સામાન્ય રીતે તમામ દવાઓ એક પ્રકારનું કેમિકલ સોલ્ટ હોય છે. જેનું સંશોધન કરીને અલગ અલગ બિમારીઓ માટે બનાવવામાં આવે છે. જેનેરિક દવા જે સોલ્ટથી બને છે, તેના જ નામે ઓળખાય છે. દુખાવા અને તાવમાં લેવાતી પૈરાસિટામોલ સોલ્ટને કોઈ કંપની આ નામથી વેચે તો તેને જેનેરિક દવા કહેવાય. સાથે જ્યારે તેને કોઈ બ્રાન્ડ(ક્રોસિન)ના નામે વેચવામાં આવે તો આ તે કંપનીની બ્રાન્ડેડ દવા કહેવાશે

2012ના એક ઓડિટ રિપોર્ટ પ્રમાણે, 2010-11માં સેનાના મેડિકલ સ્ટોર્સમાંથી ખરીદાયેલી 31% દવા નિમ્ન સ્તરની હતી. 2006-07માં આ આંકડો અંદાજે 15% હતો.

બ્યૂરો ઓફ ફાર્મા પીએસયૂઝ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરી 2018થી જૂન 2019 વચ્ચે જેનેરિક દવાઓની તપાસ કરવામાં આવી તો 18 ફાર્મા કપંનીઓની 25 બેંચની દવા ગુણવત્તાના ધોરણે યોગ્ય ન હતી. જેમાં ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી બિમારીઓની દવા પણ સામેલ છે.

જેનેરિક દવા બ્રાન્ડેડની તુલનામાં સસ્તી કેમ?

જેનેરિક દવાઓ બ્રાન્ડેડની તુલનામાં 10થી 20 ગણી સસ્તી હોય છે. જો કે, ફાર્મા કંપનીઓ બ્રાન્ડેડ દવાઓની રિસર્ચ, પેટન્ટ અને વિજ્ઞાપન પર ઘણો ખર્ચો કરે છે. જ્યારે જેનેરિક દવાઓની કિંમત સરકાર નક્કી કરે છે અને તેના પ્રચાર-પ્રસાર પર વધારે ખર્ચ પણ નથી થતો.

જેનેરિક દવાઓ ક્યા અને કેવી રીતે મળે છે.

બ્યૂરો ઓફ ફાર્મા પીએસયૂજ ઓફ ઈન્ડિયા પર પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાને લાગુ કરવાની જવાબદારી છે. જેમાં દવાઓને ઓછી કિંમતે આપવામાં આવે છે. દેશભરમાં અંદાજે 5,395 જન ઔષધિ કેન્દ્ર છે, જ્યાં કેન્સર સહિત ઘણી બિમારીઓની અંદાજે 900 દવાઓ મળે છે. આ ઉપરાંત તમે પોતાના ડોક્ટરને પણ જેનેરિક દવા લખવા માટે કહી શકો છો. ત્યારબાદ તમે મેડિકસ સ્ટોર્સ અથવા કેમિસ્ટ પાસેથી પણ બ્રાન્ડેડની  જગ્યાએ સારી ક્વોલિટીની જેનેરિક દવાઓની માગ કરી શકો છો.

જેનેરિક દવાઓના કારણે અમે 5 વર્ષમાં 2000 કરોડ રૂપિયા બચાવી લીધા છે

કેન્દ્ર સરકારે દવાઓની કિંમત પર લગામ લગાવવા માટે એક હજારથી વધુ દવાઓની વેચાણકિંમત નક્કી કરી છે. સાથે જ હાર્ટના પેશન્ટ માટે મેડિકલ ખર્ચને પણ ઓછો કર્યો છે. ગત મહિને સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે, જેનેરિક દવાઓએ સામાન્ય જનતાના અંદાજે 2000 કરોડ રૂપિયા બચાવવામાં મદદ કરી છે. મનસુખ મંડાવિયાએ સંસદમાં કહ્યું કે, વડાપ્રધાન ભારતીય જન ઔષધી યોજના હેઠળ જેનેરિક દવાઓ વેચવા જઈ રહી છે, જે સંબંધિત દવાઓના શીર્ષ ત્રણ બ્રાન્ડવી સરેરાશ કિંમતથી અંદાજે 50-90% સસ્તી છે. તેમને એવું પણ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 5,028 પીએમબીજેપી કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. આ યોજનામાં 900 દવાઓ અને 154 સર્જિકલ તથા અન્ય વસ્તુઓ પણ સામેલ છે. જેમાંથી 714 દવાઓ અને 53 સર્જિકલ વસ્તુઓ વેચાણ માટે ઉપલ્બ્ધ છે.

સારવાર ખર્ચના કારણે દર વર્ષે 3 કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જાય છે

એક અનુમાન પ્રમાણે, કોઈ પણ દર્દીની સારવાર દરમિયાન થતા ખર્ચનો 70% ભાગ તો માત્ર દવાઓ પર જ ખર્ચાઈ જાય છે. સરકારે ગત મહિને લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું કે સારવાર અને દવા પર થતા ખર્ચના કારણે દેશમાં દર વર્ષે 3 કરોડ 8 લાખ લોકો ગરીબી રેખા હેઠળ જાય છે.