ટી-20 વર્લ્ડકપ 2021માં સોમવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 26 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. આ જીત સાથે ચારમાંથી ચાર મેચ જીતનારી ઈંગ્લિશ ટીમનું સેમિફાઈનલમાં જવાનું નક્કી થઈ ગયું છે. જાે આ મેચમાં ઈંગ્લેન્ડ જીત્યું છે તો તેનો સૌથી મોટો શ્રેય તેના વિકેટકીપર ઓપનર જાેસ બટલરને જાય છે. જાેસ બટલરે અણનમ 101 રન બનાવ્યા હતા. આ તેની ટી 20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી છે. જવાબમાં શ્રીલંકાની ટીમ 10 વિકેટે 137 રન જ બનાવી શકી હતી.
જાેસ બટલરે તેની સદી સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા પરંતુ સૌથી રસપ્રદ રેકોર્ડ બોલની સંખ્યાનો હતો. વાસ્તવમાં, બટલરે તેના અણનમ 101રન રમવા માટે 67 બોલ લીધા જે એક રેકોર્ડ છે. ટી-20 વર્લ્ડકપની કોઈ પણ મેચમાં આજ સુધી કોઈ ખેલાડી આટલા બોલ રમવામાં સફળ નથી થયો. આ કિસ્સામાં આ ટોપ-3 ખેલાડીઓ છે.
-
જાેસ બટલર (ઈંગ્લેન્ડ) – 67 બોલ – શ્રીલંકા વિરુદ્ધ – શારજાહ – ટી-20 વર્લ્ડકપ 2021
-
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) – 66 બોલ – ભારત વિરુદ્ધ – બ્રિજટાઉન – ટી-20 વર્લ્ડકપ 2010
-
માર્લોન સેમ્યુઅલ્સ (વેસ્ટ ઈન્ડિઝ) – 66 બોલ – ઈંગ્લેન્ડ વિરુદ્ધ – કોલકાતા – ટી-20 વર્લ્ડકપ 2016
શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી સદીની ઇનિંગ્સ સાથે જાેસ બટલરનાં નામમાં વધુ કેટલાક વિશેષ આંકડાઓ પણ જાેડાઈ ગયા છે. આમાં સૌથી ખાસ રેકોર્ડ દરેક ફોર્મેટમાં સદીનો છે. બટલર હવે ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ઈંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત તે મેન્સ ટી ૨૦ વર્લ્ડકપનાં ઈતિહાસમાં સદી ફટકારનાર બીજાે ઈંગ્લિશ ખેલાડી બની ગયો છે. તે ટી ૨૦ વર્લ્ડકપનાં ઈતિહાસમાં સદી ફટકારનાર બીજાે વિકેટકીપર બેટ્સમેન પણ બની ગયો છે. એટલું જ નહીં, તે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર ચોથો ઈંગ્લિશ બેટ્સમેન બની ગયો છે.