અકસ્માતમાં રાજસ્થાનના પરિવારના પાંચ સભ્યોને નાની મોટી ઇજાઓ, ચાલક ગંભીર ઘાયલ
અમીરગઢ તાલુકાના શિવપુરા પાટિયા પાસે થી પસાર થઈ રહેલ એક સ્વીફ્ટ ગાડીને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની આ ઘટનામાં રાજસ્થાનના પરિવારના પાંચ સભ્યોને નાની મોટી ઇજાઓ થઇ હતી અને ગાડીના ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. જો કે જાનહાનિની ઘટના ટળી હતી.
અમીરગઢ હાઈવે પર શિવપુરાના પાટિયા પાસેથી પસાર થઈ રહેલ એક સ્વીફ્ટ ગાડીને અકસ્માત નડ્યો હતો. રાજસ્થાનનો પરિવાર ગાંધીધામ તરફ જઈ રહ્યો હતો ત્યારે અમીરગઢ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. કારચાલક ઊંઘના ઝોકામાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે અા અકસ્માતમાં રાજસ્થાનના પરિવારના પાંચ સભ્યોને ઈજાઓ થઈ હતી. જ્યારે સ્વીફ્ટ ગાડીના ચાલકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ એલ.એન્ડ.ટી કંટ્રોલ ઈન્ચાર્જ યોગેશ મજેઠીયાને થતાં એલ.એન્ડ.ટી પેટ્રોલીંગ અધિકારી મોસીન અને મહેશ પરમાર ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. ઘાયલોને એલ.એન્ડ.ટી ટીમ અને ૧૦૮ ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. ઘટના અંગે જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ દોડી આવ્યાં હતા.