ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માધ્યમિક શાળાંત પરીક્ષા (S.S.C.) માર્ચ-૨૦૧૯ નું પરિણામ આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” નું પરિણામ ૪૯ % જાહેર થયું છે.શાળાની વિદ્યાર્થિની કુ. અર્પિતા જગદીશભાઈ પરમાર ૮૯.૫૦ % પ્રાપ્તાંક સાથે પ્રથમ ક્રમે; કુ. દેવયાની મિનેષસિંહ પરમાર ૮૦.૬૭ % ગુણાંક સાથે દ્વિતીય ક્રમે તેમજ ઈન્દ્રજીત વિક્રમસિંહ ખેર ૮૦.૧૭   % ગુણ પ્રાપ્ત કરી તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ છે.સોજા હાઈસ્કૂલ અને ગામનું ગૌરવ વધારવા બદલ તમામ અધ્યેતા બાળકોને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવી આપવામાં આવે છે.પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓની તસ્વીરો અત્રે પ્રસ્તુત છે
.

 

 

 

Contribute Your Support by Sharing this News: