ગરવીતાકાત,અરવલ્લી: બીજેપી યુવા મોરચા માલપુર દ્વારા દિગ્વિજય દિવસ નિમિત્તે હરિઓમ વિધાલય ખાતે સ્વામી વિવેકાનંદજી પૂજન કાર્યકમ યોજવા માં આવ્યો હતો..હરિઓમ વિધાલય ના રમણભાઈ પટેલ, મહેશભાઈ પટેલ એ સ્વામી વિવેકાનંદજી નું પૂજન કર્યું હતું..જે પ્રસંગે બીજેપી યુવા મોરચા માલપુર પ્રમુખ હર્ષ પંડ્યા એ જણાવ્યું હતું કે 127 મો હિન્દૂ દિગ્વિજય દિન એ ભવ્ય દિવસ જે દિવસે સ્વામી વિવેકાનંદજી એ શિકાગો ની વિશ્વ ધર્મ મહાસભા માં સ્વામી વિવેકાનંદજી એ વિશ્વ ચેતના ને જગાડતું ઐતિહાસિક ઉદબોધન કરેલું અને ભારત અધ્યાત્મિક ક્ષેત્રે વિશ્વવંધ બન્યું હતું..આ પ્રસંગે મોરચા જિલ્લા કારોબારી વિશાલ ગોર, મહામંત્રી કશ્યપ પટેલ , કલ્પેશ ભટ્ટ તેમજ હીરાજી ચમાર તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી 

Contribute Your Support by Sharing this News: