આ પણ વાંચો – કડી:પત્નિએ બાળક અને પ્રેમી સાથે કેનાલમા પડી જીવન ટુંકાવ્યુ
આ પણ વાંચો – રાધનપુર: લાંબા સમયથી ગટરોની સફાઈ ના થતા અંદર ઉતરી આવેદનપત્ર આપવામાં આવ્યુ
એક તો કોર્ટ બિલ્ડિંગ સામે જુગારધામ પકડાયું તેમજ જુગારમાં પકડાયેલા કેટલાક રીઢા આરોપી હતા. કડી પોલીસ સ્ટેશનની દારૂ પ્રકરણ બાદથી પારદર્શક ભૂમિકા ઉભી કરવા પ્રયાસ થાય છે. જોકે વારંવાર કાયદો અને વ્યવસ્થા બાબતે ઉભા થતાં સવાલો વચ્ચે એલસીબીએ એકસાથે 12 જુગારીઓ પકડી લેતાં ચકચાર મચી હતી. આથી ફરજમાં નિષ્કાળજી બદલ એક પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી મોટો નિર્ણય આપવામાં આવ્યો છે. ત્યારે કડી પોલીસ સ્ટેશન લોકડાઉનમાં દારૂકાંડ બાદ હવે જુગારધામમાં પણ હાથ કાળા કરી ચૂક્યું છે કડી નું પોલીસ તંત્ર ત્યારે નવાઈની વાત એ છે કે અહીં પોલીસ સ્ટેશનમાં ફરજ પર આવતા નવા પોલીસ કર્મીઓ એક પછી એક કૌભાંડમાં બેદરકારી દાખવતા હોઈ કાયદાના રક્ષક જ કાયદાના સકનજામાં ફસાઈ રહ્યા છે અને જયારે કડી માં દિવસે ને દિવસે વધી રહેલા ક્રાઇમ અને રેઢિયાર ગુનેગારો ને પણ હવે કડી પોલીસ નો જયારે ડર લાગતો નથી કારણકે પોલીસ જ કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ છે તો ગુનેગારો માં શેનો પોલીસ નો ડર રહેવાનો છે.