વડોદરાના ગેંગરેપ બાદ સ્યુસાઈડ કેસમાં શંકાસ્પદ સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી પુછપરથ હાથ ધરાઈ !

શેર કરવા અહીં ક્લિક કરો.

શહેરના વેક્સિન ગ્રાઉન્ડ પર સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી નવસારીની યુવતીની સાઇકલ આખરે મળી ગઇ છે. હાલ આ સાયકલને રેલવે એલસીબીએ કબજે કરી છે. આ સાયકલને સંતાડી રાખનાર ખાનગી સિક્યુરિટી ગાર્ડની પણ અટકાયત કરી તેની રાત્રે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

રેલવે એલસીબીની ટીમે ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટ પાસેની સોસાયટીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડને યુવતીની સાયકલ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરાવતા તે યુવતીની જ સાયકલ હોવાનુ ખુપલ્યું હતું. સિક્યુરિટી ગાર્ડ પાસેથી બંને દુષ્કર્મીઓ વિશે પણ માહિતી મળવાની પ્રબળ આશંકા છે. રાતથી જ આ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરાઇ રહી છે.

એલસીબીની ટીમને આ અંગેની બાતમી મળી હતી. જેના આધારે તેઓએ ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટથી ડાબી તરફ જતા ગેઇલની ઓફિસની બાજુમાં આવેલી સોસાયટીના બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલામાં છુપાવેલી સાયકલ શોધી કાઢી હતી. આ સિક્યુરિટી ગાર્ડ જેનું નામ મહેશ રાઠવા છે, તે બંગલોની પાસેના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો. તે સિક્યોરીટી ગાર્ડ તરીકે એટલાન્ટીસ બિલ્ડીંગમાં કામ કરતો હતો. પોલીસે હાલ તેને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, સિક્યુરિટી ગાર્ડ મહેશે પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેને વેક્સિન મેદાન પાસેથી આ સાઇકલ મળી હતી અને ત્યારબાદ તેણે આ બંધ બંગલાના આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલા નીચે છુપાવી દીધી હતી અને ટાયર કાઢી નાંખ્યા હતા.
રેલવે પોલીસની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જાેડાઇ હતી. આ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે પી.આઇની ટીમ પણ આ કેસની તપાસમાં જાેડાઇ. પોલીસની 35  ટીમ દ્વારા 500 થી વધારે સીસીટીવી કેમેરા, બનાવ સમયના મોબાઇલ લોકેશન, 350 થી વધુ રિક્ષાડ્રાઇવરો સહિત 800 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તો પણ ગેંગરેપ કરનારા બે નરાધમોની કોઇ ભાળ મળતી નથી. જેથી 9 સિનિયર પોલીસ અધિકારીઓની પસંદગી કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.