મહેસાણા : મહેસાણા જિલ્લામાં વાહન અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને RTO વિભાગ, પોલીસ વિભાગ અને હાઇવે ઓથોરિટી દ્વારા વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્ય જિલ્લામાંથી પસાર થતા તમામ હાઇવે પર થતા અકસ્માતોનો અભ્યાસ કરવામાં આવ્યો. તંત્ર દ્વારા 700થી વધુ અકસ્માતોની ફરિયાદોનું વિશ્લેષણ કરવામાં આવ્યું આ અભ્યાસમાં જિલ્લામાં 9 અકસ્માત સ્પોટ્સ ઓળખવામાં આવ્યા છે, જ્યાં અકસ્માતોનું પ્રમાણ વધારે છે.

આ સ્થળો પર અકસ્માત નિવારવા માટે વિશેષ પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું. RTO ઓફિસર સ્વપ્નિલ પટેલે જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીના નેતૃત્વમાં તમામ વિભાગો સંકલિત રીતે કામ કરી રહ્યા છેલ્લા 3 વર્ષમાં થયેલા અકસ્માતોમાં રોડની ખામીઓ અને અન્ય કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

સર્વેમાં જે સ્થળો પર નાના-મોટા સુધારાની જરૂર છે, ત્યાં રોડ એજન્સીને ખામીઓ સુધારવા જણાવવામાં આવ્યું છે. કેટલાક સ્થળો પર લાંબા ગાળાના ઉપાયોની જરૂરિયાત છે. જ્યાં અગાઉના બ્લેક સ્પોટ્સ હતા, ત્યાં હવે બ્રિજના કામો શરૂ કરી દેવામાં આવ્યા છે.


