ગરવીતાકાત,સુરેન્દ્રનગર(તારીખ:૧૭)

સુરેન્દ્રનગર કલેકટર કે રાજેશે બેટી બચાવ બેટી પઢાવ ના સાંસ્કૃતિક લોકડાયરામાં તેમને કીર્તિદાન સાથે કંસુબુનો રંગ ફરી વખત હજારો પબ્લીક વચ્ચે રજુ કરીયુ અને નીચે બેસીને ભારતમાતા કી જય બોલાવી ત્યારે દેશ પ્રત્યે કેટલી લાગણી છે તે દીલથી દર્શાવી સાથે તેમના પત્ની અને નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા રાત્રીના ડાયરામાં વીડિયોમાં નજરે પડે છે સાથે કલેકટરે એ સ્પીચ પણ આપી હતી ત્યારે આ કાર્યક્રમમાં ખાસ કરીને રાજ્યપાલે પણ હાજરી આપેલ હતી. ત્યારે આ ડાયરામાં મોટી માત્રામાં માનવ મેરામણ ઉમટી પડેલ અને ડાયરાની રંગતમાં માયાભાઈ આહીર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર લોકોને રંગત સાથે મોજ કરાવેલ હતી ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નગર પાલિકાના પ્રમુખ બિપિનકુમાર ટોલિયા તેમજ અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાની રંગત માણી હતી.