• શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન

ગરવીતાકાત, સુરત: નવયુગ કોલેજની પાછળ આવેલા શંત્રુજય ટાવરના બીજા માળે આગની ઘટના બની હતી. એપાર્ટમેન્ટના ફાયર સાધનો અને ચાર ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે. શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.