ગરવીતાકાત સુરત આગ: જેને લોકો હીરો કહી રહ્યા છે, પોલીસે તેને મુખ્ય આરોપી તરીકે પકડ્યોજે કોચિંગના સંચાલક છે, તે વિદ્યાર્થીઓને બચાવી રહ્યો હતો, પકડાઈ ગયો’જો ભાર્ગવ ન હોતા તો અમે બચી ન શકતા, તે તો ભગવાન સમાન છે’વીડિયોમાં બચાવતા જોવા મળ્યા23 લોકો મૃત્યુ પામ્યા, 20 ઘાયલઅમદાવાદમાં 2 મહિના સુધી ટ્યુશન ક્લાસીસ ચાલશે નહિ સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાંથી જેને બે છોકરીઓની જીંદગી બચાવી હતી, તે ભાર્ગવ બુટાનીની પોલીસે મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. કોચિંગ સેન્ટરમાં લાગેલી આગના વાયરલ થયેલા વીડિયોમાં, ભાર્ગવ સેન્ટરના ત્રીજા અને ચોથા માળેથી કૂદી રહેલા વિદ્યાર્થીઓને બચાવવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. વિડીયો જોઈને, સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓએ તેમના સાહસને જોઈને હીરો કહ્યા. પરંતુ, જ્યારે ક્રાઇમ બ્રાન્ચ હવે આ દુર્ઘટનાની તપાસ કરી રહી છે અને ધરપકડમાં લાગેલી છે, ત્યારે એક આશ્ચર્ય જનક વાત સામે આવી છે.