સિવિલમાં નારાયણ સાંઈએ આયુર્વેદિક સારવારની માંગ કરીનારાયણ સાંઈન મેડિસિન, ઓર્થો, આંખ, અને દાંત રિફર

સુરતઃબળાત્કાર કેસમાં આજીવન સજા કાપતા નારાયણ સાંઈને લાજપોર જેલમાંથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલો નારાયણ સાંઈ પાકા કામનો કેદી હોવા છતાં સાદા ડ્રેસમાં જ જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો. સુરત જિલ્લા જેલમાંથી નારાયણ સાઈ ને કેસ પેપર પર કોઈ પણ તકલીફ બતાવ્યા વગર માત્ર મેડિસિન, ઓર્થો, આંખ, અને દાત ની OPD માં રીફર કરાયો હતો.

આયુર્વેદિક સારવારની માંગ કરી: પાકા કામ ના કેદી તરીકે સજા કાપતા નારાયણ સાંઈને આજે સુરત સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.હેડ કવાટર્સની પોલીસ નારાયણ સાંઈને સિવિલ લઈ આવી હતી. 12 નંબરની OPDમાં એટલે મેડિસિનમાં સાંઈ ને તપાસ માટે લઈ જવાયો હતો.નારાયણ સાંઈએ સિવિલના RMO ને કહ્યું હતું કે, મારે આયુર્વેદિક સારવાર લેવી છે.

સારવાર માટે સાદા કપડા પહેરી શકે; જેલ તંત્ર: લાજપોર જેલ તંત્રને નારાયણ સાંઈના સાદા કપડા અંગે પુછવામાં આવતાં તંત્ર દ્વારા જણાવાયું હતું કે, કેદી નારાયણ સાંઈને જેલના તબીબેએ રિફર કરતાં સારવાર માટે મોકલાયો છે. જેલ બહાર કોર્ટ કે સિવિલ હોસ્પિટલમાં પાકા કામનો કેદી સાદા કપડાં પહેરી શકે છે.

Contribute Your Support by Sharing this News: