સુરત શહેરના ઝંખનાબેન પટેલનુ સન્માન કરવામાં આવ્યું
સુરત શહેરના વિસ્તારમાં કોરોના દરમિયાન લોકહીતના કાર્યોમાં લોકોને મદદરૂપ બન્યા હતા ત્યારે ભારત સહીત સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાએ લોકો પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી રહ્યા છે. ત્યારે તમામ સેવાભાવી અગ્રણીઓ દ્વારા પોતાની શક્તિથી પણ વધારે ઈશ્વર કૃપાથી શક્ય તમામને મદદ કરીને ક્યાંક ને ક્યાંક લોકોની જિંદગી બચાવી રહ્યા છે અને સેવા પરમો ધર્મ ના સૂત્ર ને સાર્થક કરી માનવધર્મ નિભાવી રહ્યા છે.
આ પણ વાંચો – ખેરાલુના આંગડિયાકર્મી પાસેથી 7.34 લાખ રૂપીયા ભરેલી બેગની ચીલ ઝડપ કરી આરોપીઓ ફરાર
આ તબક્કે લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સમાજ પ્રત્યેની સેવા અને પ્રતિબદ્ધતા બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થા ના યુરોપના પ્રેસિડેન્ટ વિલિયમ ઝેચલર,ભારતના પ્રેસિડેન્ટ સંતોષ શુક્લાજી એ શુભકામનાઓ પાઠવી હતી અને સુરત શહેરના ધારાસભ્ય ઝંખનાબેન પટેલને ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ નીતિનભાઈ ઠાકોર દ્વારા સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવેલ અને તેમની સેવાઓની પ્રશંસા કરી હતી.